લોડ થઈ રહ્યું છે...
--:--:--

દેશ-વિદેશ

દેશની બે મોટી એરલાઇન્સે અમદાવાદ સહિતની ડોમેસ્ટિક ફ્લાઇટો ઘટાડી, હવાઈ મુસાફરોને ઝટકો | air india indigo domestic flights cut atf price

by

Thenewsdk

Updated: 27-05-2026, 11.16 AM

Follow us:

દેશની બે મોટી એરલાઇન્સે અમદાવાદ સહિતની ડોમેસ્ટિક ફ્લાઇટો ઘટાડી, હવાઈ મુસાફરોને ઝટકો | air india indigo domestic flights cut atf price




Air India IndiGo Flight Cuts: જો તમે આગામી દિવસોમાં હવાઈ મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. દેશની બે સૌથી મોટી એરલાઇન્સ એર ઇન્ડિયા (Air India) અને ઇન્ડિગો(IndiGo)એ સ્થાનિક ઉડ્ડયનોમાં મોટો કાપ મૂકવાનો નિર્ણય કર્યો છે. રિપોર્ટ્સ અનુસાર, 1 જૂન 2026થી આગામી 90 દિવસ સુધી બંને કંપનીઓ ઘણા સ્થાનિક રૂટ્સ પર ફ્લાઇટ્સની સંખ્યામાં ઘટાડો કરશે.

ફ્લાઇટ્સ ઘટાડવાનું મુખ્ય કારણ શું છે?

એરલાઇન્સ કંપનીઓ દ્વારા લેવાયેલા આ આકરા નિર્ણય પાછળ મુખ્ય બે કારણો જવાબદાર છે. એક તો ATFના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં અને ખાસ કરીને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે એવિએશન ટર્બાઇન ફ્યુઅલના (ATF) ભાવ આસમાને પહોંચ્યા છે. ઘણા શહેરોમાં તેની કિંમત પ્રતિ કિલોલીટર 80,000થી વધીને 1 લાખ રૂપિયાને પાર થઈ ગઈ છે.

આ પણ વાંચો : કેરલમના પૂર્વ CM પિનરાઈ વિજયનના ઘરે EDના દરોડા, દીકરીની IT કંપની સંબંધિત છે મામલો

વેકેશન પૂરું થતાં માંગમાં ઘટાડો

ઉનાળાની રજાઓ પૂર્ણ થતાં જ દર વર્ષે હવાઈ મુસાફરોની સંખ્યામાં કુદરતી ઘટાડો જોવા મળે છે. જો કે એરલાઇન્સે સ્પષ્ટ કર્યું છે કે, કોઈપણ રૂટ સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે નહીં, માત્ર ફ્લાઇટ્સની ફ્રીક્વન્સી ઓછી કરવામાં આવશે. મુસાફરોને છેલ્લી ઘડીએ હાલાકી ન ભોગવવી પડે તે માટે આવી ફ્લાઇટ્સને બુકિંગ વેબસાઇટ્સ પરથી પહેલેથી જ હટાવી દેવામાં આવી છે.

કયા-કયા રૂટ્સ પ્રભાવિત થશે?

મુંબઈ અને દિલ્હી જેવા દેશના મુખ્ય ઍરપૉર્ટ હબ પરથી ઉડતી ઘણી ફ્લાઇટ્સને આ નિર્ણયની અસર થશે. જેમાં મુંબઈથી અમદાવાદ, નાગપુર, પટના અને ભોપાલ જતી ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ શકે છે. આ ઉપરાંત દિલ્હીથી હૈદરાબાદ, બેંગલુરુ અને કોલકાતાના રૂટ્સ પર ફ્લાઇટ્સની સંખ્યા ઘટશે. આ ઉપરાંત દક્ષિણ ભારતના પણ કેટલાક કનેક્ટિંગ રૂટ્સ પર આની સીધી અસર જોવા મળી શકે છે.

શું વિમાનની ટિકિટો મોંઘી થશે?

એવિએશન સેક્ટરના નિષ્ણાતોનું માનવું છે કે, જો આગામી સમયમાં વિમાન ઇંધણના ભાવ નીચે નહીં આવે, તો એરલાઇન્સ કંપનીઓ પોતાનો આર્થિક બોજ હળવો કરવા માટે ટિકિટના ભાવમાં વધારો કરી શકે છે. હાલના તબક્કે કંપનીઓ ઓછી ડિમાન્ડ વાળા રૂટ્સ પર ઓપરેશન મર્યાદિત કરીને પોતાનો ખર્ચ કંટ્રોલ કરવાનો પ્રયાસ કરી રહી છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤