લોડ થઈ રહ્યું છે...
--:--:--

દેશ-વિદેશ

70 વૈજ્ઞાનિકોની ભયાનક ચેતવણી : પૃથ્વીને બચાવવા માટે હવે માત્ર 3 જ વર્ષ બાકી, જાણો મોટો રિપોર્ટ | Scientists Warn Earth Has Only 3 Years Left To Avoid Climate Disaster Says New Report

by

Thenewsdk

Updated: 12-06-2026, 10.00 PM

Follow us:

70 વૈજ્ઞાનિકોની ભયાનક ચેતવણી : પૃથ્વીને બચાવવા માટે હવે માત્ર 3 જ વર્ષ બાકી, જાણો મોટો રિપોર્ટ | Scientists Warn Earth Has Only 3 Years Left To Avoid Climate Disaster Says New Report



Climate Change, Global Warming : દુનિયાભરના 70થી વધુ અગ્રણી વૈજ્ઞાનિકોએ ભેગા મળીને એક અત્યંત ચિંતાજનક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ અનુસાર, માનવ પ્રવૃત્તિઓને કારણે આપણી પૃથ્વીનું તાપમાન રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. વર્ષ 2025માં વૈશ્વિક તાપમાન પ્રી-ઈન્ડસ્ટ્રિયલ લેવલ કરતા 1.39 ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું છે, જેમાંથી 1.37 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધવા માટે સીધા જ મનુષ્યો જવાબદાર છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે, વર્ષ 2030 સુધીમાં આ આંકડો 1.5 ડિગ્રી સેલ્સિયસને પાર કરી જશે.

…તો તબાહી રોકવી મુશ્કેલ

પેરિસ ક્લાયમેટ સમજૂતીમાં વિશ્વના દેશોએ પૃથ્વીના તાપમાનને 1.5 ડિગ્રી સેલ્સિયસથી નીચે રાખવાનો નિર્ણય કર્યો હતો. જોકે, વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, હવે આ લક્ષ્ય પ્રાપ્ત કરવું અશક્ય લાગી રહ્યું છે. આપણું નક્કી કરેલું કાર્બન બજેટ એટલે કે કાર્બન ડાયોક્સાઈડ ઉત્સર્જનની મર્યાદા આગામી 3 વર્ષમાં જ ખતમ થઈ શકે છે. જો આગામી 3 વર્ષમાં મોટા પગલાં લેવામાં નહીં આવે તો તબાહી રોકવી મુશ્કેલ બનશે.

પૃથ્વીની કૂલિંગ ઈફેક્ટ નબળી પડી

પ્રદૂષણ ઓછું કરવાના ચક્કરમાં એરોસોલનું પ્રમાણ ઘટ્યું છે, જેના કારણે પૃથ્વીની કૂલિંગ ઈફેક્ટ નબળી પડી ગઈ છે. હવે સૂર્યના સીધા કિરણો પૃથ્વીને વધુ ગરમ કરી રહ્યા છે. કાર્બન ડાયોક્સાઈડ ગેસ હવામાં ભળીને એક એવી ચાદર બનાવી રહ્યો છે જે ગરમીને બહાર જવા દેતી નથી. ગ્રીનહાઉસ ગેસોનું ઉત્સર્જન સતત ઓલ-ટાઈમ હાઈ પર ચાલી રહ્યું છે.

સમુદ્રની સપાટીમાં ચિંતાજનક વધારો

પૃથ્વી પર એનર્જીનું સંતુલન સંપૂર્ણપણે બગડી ગયું છે અને તેની સીધી અસર સમુદ્ર પર જોવા મળી રહી છે. વર્ષ 1901થી 2025ની વચ્ચે સમુદ્રનું વોટર લેવલ લગભગ 23 સેન્ટીમીટર વધી ગયું છે. હાલમાં સમુદ્રનું જળસ્તર દર વર્ષે 3.84 મિલીમીટરની ઝડપે ઉપર આવી રહ્યું છે, કારણ કે જમીન પર રહેલો બરફ ઝડપથી પીગળી રહ્યો છે.

સમુદ્રમાં ભયંકર હીટવેવનો કહેર

વર્ષ 1991 પછી દરિયાઈ લૂ એટલે કે મરીન હીટવેવના દિવસોમાં 3 ગણો વધારો થયો છે. વર્ષ 2025માં સમુદ્રે સરેરાશ 65 દિવસ સુધી અસહ્ય ગરમીનો સામનો કર્યો છે. આ વધેલી ગરમીને કારણે દરિયાઈ જીવોનું જીવન જોખમમાં મુકાઈ ગયું છે. મહાસાગરોનું ગરમ થવું આપણા ચોમાસા અને ચક્રવાતોને વધુ ખતરનાક બનાવી રહ્યું છે.

આ પણ વાંચો : 449 કરોડનું ભારતનું ‘સિક્રેટ શસ્ત્ર’, એક્ટિવ થતા જ દુશ્મન દેશોના ‘ડિફેન્સ સિસ્ટમ’ થઈ જશે ફેલ, જાણો ખાસિયત

અમેરિકા-બ્રિટન જેવા મોટા દેશોની બેદરકારી

સૌથી મોટી ચિંતાની વાત એ છે કે જ્યારે પૃથ્વીને બચાવવા માટે કડક પગલાં લેવાના હતા, ત્યારે અમેરિકા અને બ્રિટન જેવા મોટા દેશો ક્લાયમેટ મોનિટરિંગ સિસ્ટમનું બજેટ કાપી રહ્યા છે. અમેરિકી વહીવટીતંત્રે સમુદ્રની ઊંડાઈ માપનારા સેંકડો જરૂરી ઉપકરણો હટાવી દીધા છે. આ બેદરકારીને કારણે વૈજ્ઞાનિકો માટે પૃથ્વી પર આવનારા મોટા સંકટને સમયસર ટ્રેક કરવાનું અશક્ય બની જશે.

અંધારામાં તીર ચલાવવા વૈજ્ઞાનિકો મજબૂર

પ્રોફેસર પીટર થોર્નના જણાવ્યા અનુસાર, પૃથ્વી અત્યારે એક ગંભીર બીમાર દર્દી જેવી છે, જેના લક્ષણો સતત બગડી રહ્યા છે. ઈતિહાસમાં પહેલીવાર આપણી અર્થ મોનિટરિંગ સિસ્ટમ આટલી ઝડપથી ખરાબ થઈ રહી છે. ગ્લોબલ વોર્મિંગ અને હવામાનના સચોટ બદલાવોને ટ્રેક કરવા માટે હવે વૈજ્ઞાનિકો પાસે પૂરતો ડેટા બચશે નહીં અને તેઓ અંધારામાં તીર ચલાવવા મજબૂર બનશે.

વૈશ્વિક યુદ્ધોએ વધારી મુશ્કેલી

હાલમાં ચાલી રહેલા યુક્રેન અને મિડલ ઈસ્ટના યુદ્ધોને કારણે તમામ દેશોનું ધ્યાન ક્લાયમેટ ચેન્જ પરથી હટી ગયું છે. સરકારો અત્યારે એનર્જી ક્રાઈસિસ અને બજેટની અછતનો સામનો કરી રહી છે. સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા ‘વર્લ્ડ મેટ્રોલોજિકલ ઓર્ગેનાઈઝેશન’ને મળતું ફંડ પણ સતત ઘટી રહ્યું છે, જેના કારણે અચાનક બદલાતા હવામાનની આગાહી કરવી મુશ્કેલ બનશે.

…તો ભયંકર દુષ્કાળ, કમોસમી વરસાદ, જીવલેણ હીટવેવ સામાન્ય બની જશે

લીડ્સ યુનિવર્સિટીના પ્રોફેસર પિયર્સ ફોર્સ્ટરે જણાવ્યું કે, 1970ના દાયકાથી પૃથ્વીનું એનર્જી ઈબેલેન્સ સતત વધી રહ્યું છે અને હવે તે રેકોર્ડ સ્તરે છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં આ ઈમ્બેલન્સ 2 ગણું થઈ ચૂક્યું છે. જ્યાં સુધી કાર્બન ઉત્સર્જન સંપૂર્ણપણે ઝીરો નહીં થાય, ત્યાં સુધી પૃથ્વીનું તાપમાન વધતું રહેશે અને આગામી સમયમાં ભયંકર દુષ્કાળ, કમોસમી વરસાદ અને જાનલેવા હીટવેવ સામાન્ય બની જશે.

આ પણ વાંચો : VIDEO : ભારતને ઘેરવાની ચીન-પાકિસ્તાનની ચાલ ! કરાચી પહોંચી ડ્રેગનની ઘાતક સબમરીન



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤