લોડ થઈ રહ્યું છે...
--:--:--

દેશ-વિદેશ

કેન્દ્રીય કેબિનેટનો મોટો નિર્ણય: રૂ. 39,290 કરોડના પ્રોજેક્ટ્સને લીલી ઝંડી, એરલાઈન્સ અને પરિવહન ક્ષેત્રને રાહત | Modi Cabinet Approves Rs 39290 Cr Mega Projects For Aviation And Highways

by

Thenewsdk

Updated: 03-06-2026, 06.07 PM

Follow us:

કેન્દ્રીય કેબિનેટનો મોટો નિર્ણય: રૂ. 39,290 કરોડના પ્રોજેક્ટ્સને લીલી ઝંડી, એરલાઈન્સ અને પરિવહન ક્ષેત્રને રાહત | Modi Cabinet Approves Rs 39290 Cr Mega Projects For Aviation And Highways



Modi Cabinet Decisions : કેન્દ્રીય કેબિનેટે આજે મોટો નિર્ણય લઈને માળખાગત સુવિધાનો વિકાસ કરવા અને નીતિગત પ્રસ્તાવો હેઠળ રૂ.39,290 કરોડના પ્રોજેક્ટ્સને લીલી ઝંડી આપી દીધી છે. આ પ્રોજેક્ટોમાં હાઈવે-શહેરો રસ્તાઓ તેમજ એવિએશન સેક્ટરના પ્રોજેક્ટો સામેલ છે.

સંકટમાં મુકાયેલ એવિએશન માટે મોટો નિર્ણય

હાલ મધ્ય-પૂર્વના કારણે ઉભા થયેલા સંકટની અસર ભારતી એવિએશન સેક્ટરમાં પણ પડી છે. ક્રૂડ ઓઈલનો સપ્લાય ખોરવાઈ જતા એવિએશન સેક્ટરો મોંઘાભાવે ATF (એવિએશન ટરબાઈન ફ્યૂલ) ખરીદવા મજબૂર બની ગયા છે, ત્યારે સરકારે ATFની કિંમતો સ્થિર રાખવા માટે રૂ.10,000 કરોડના પ્રાઈઝ સ્ટેબલાઈઝેશન ફંડના પ્રસ્તાવને મંજૂરી આપી છે.

આ ઉપરાંત દિલ્હીમાંથી જૂના ટ્રકો-બસો તબક્કાવાર હટાવીને નવા ખરીદવા માટે રૂ.5041 કરોડની યોજનાને મંજૂરી આપી દીધી છે. કેબિનેટની બેઠકમાં રામેશ્વર, કોણાર્ક અને પારાદીપને જોડતા ‘કોસ્ટલ હાઈવે પ્રોજેક્ટ’ માટે રૂ.8301 કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપી છે. બિહાર, તેલંગણા અને મધ્યપ્રદેશના અનેક ધોરીમાર્ગ પ્રોજેક્ટ પણ મંજૂર કરાયા છે. 

જૂના વાહનોના સ્થાને નવા વાહનો

કેન્દ્ર સરકારની આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય લોકોને આર્થિક રાહત આપીને જૂના વાહનોના સ્થાને નવા વાહનો ખરીદવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. રૂ.5041 કરોડની આ ‘વાહન ટ્રાન્સફર અથવા બદલી યોજના’ દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન સરકાર અને કેન્દ્રીય પરિવહન મંત્રાલય દ્વારા સંયુક્ત રીતે લાગુ કરવામાં આવશે. આ યોજના હેઠળ જો તમે તમારું જૂનું વાહન બદલીને નવું વાહન ખરીદશો, તો તમને વાહન લોન પર વ્યાજમાં 5% ની સબસિડી (રાહત) મળશે. આ ઉપરાંત, ઓઇલ કંપનીઓ તરફથી આગામી 5 વર્ષ સુધી દર મહિને ઇંધણ (પેટ્રોલ-ડીઝલ) માટેના ડિસ્કાઉન્ટ વાઉચર આપવામાં આવશે અને વાહન બનાવતી કંપનીઓ (ઓટોમોબાઈલ ઉત્પાદકો) પણ વાહનની કિંમતમાં ખાસ છૂટછાટ આપશે. એટલું જ નહીં, રાજ્ય સરકારો પણ નવા વાહન પર 100% રોડ ટેક્સ (મોટર વ્હીકલ ટેક્સ) માફ કરશે અને નવી ગાડીના રજિસ્ટ્રેશનની ફી પણ લેવામાં નહીં આવે.

આ પણ વાંચો : હિમાચલ પ્રદેશમાં એન્ટ્રી ટેક્સના વિરોધમાં નિહંગ શીખોએ શરૂ કરી ‘ખાલસા રાજ ટેક્સ’ વસૂલી

આ પણ વાંચો : ઈન્દિરા ગાંધીએ 1968માં રોપેલા બીજ હવે બનશે ‘વટવૃક્ષ’! સંકટ વચ્ચે પણ ઓઇલ આપશે આ દેશ



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤