લોડ થઈ રહ્યું છે...
--:--:--

દેશ-વિદેશ

હવે એરપોર્ટ પર રીલ્સ બનાવનારાઓની ખેર નહીં… DGCA કરશે આવી આકરી કાર્યવાહી | DGCA New Rules For photos Video shooting at Airport

by

Thenewsdk

Updated: 02-06-2026, 11.42 PM

Follow us:

હવે એરપોર્ટ પર રીલ્સ બનાવનારાઓની ખેર નહીં… DGCA કરશે આવી આકરી કાર્યવાહી | DGCA New Rules For photos Video shooting at Airport



DGCA New Rules For photos-Video shooting at Airport: જો તમને પણ ફ્લાઇટ પકડતા પહેલા એરપોર્ટ પર સેલ્ફી લેવા, ઇન્સ્ટાગ્રામ રીલ્સ બનાવવા અથવા ટ્રાવેલ વ્લોગ રેકોર્ડ કરવાનો શોખ હોય તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. સોશિયલ મીડિયાના યુગમાં એરપોર્ટ કન્ટેન્ટ બનાવવું સામાન્ય બની ગયું છે. ઘણા મુસાફરો ચેક-ઇનથી લઈને બોર્ડિંગ અને રનવે સુધીના વીડિયો રેકોર્ડ કરે છે અને તેને સોશિયલ મીડિયા પર શેર કરે છે. પરંતુ હવે આવું કરવું તમારા માટે મોંઘુ સાબિત થઈ શકે છે. તાજેતરમાં DGCA(ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન) એ એરપોર્ટના સંવેદનશીલ વિસ્તારોમાં અનધિકૃત ફોટો અને વીડિયો રેકોર્ડિંગ અંગે કડક ચેતવણી જારી કરી છે. જો કોઈ મુસાફર સુરક્ષા સંબંધિત વિસ્તારોમાં પરવાનગી વિના વીડિયો બનાવતો કે ફોટા પાડતો જોવા મળે છે, તો તેનો મોબાઇલ ફોન જપ્ત થઈ શકે છે. એટલું જ નહીં ગંભીર કિસ્સાઓમાં મુસાફરનું નામ ‘નો ફ્લાય લિસ્ટ’માં પણ મૂકી શકાય છે.

DGCAનો નવો નિયમ શું છે?

DGCA એ એરપોર્ટના સંવેદનશીલ અને સુરક્ષા સંબંધિત વિસ્તારોમાં અનધિકૃત ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી સામે કડક વલણ અપનાવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર ટ્રાવેલ વ્લોગ્સ અને રીલ્સના વધારાને કારણે ઘણીવાર એવી માહિતી જાહેર કરવામાં આવે છે જે સુરક્ષા-સંવેદનશીલ હોઈ શકે છે.

કઈ જગ્યા પર વીડિયો રેકોર્ડિંગ પર પ્રતિબંધ?

નવી માર્ગદર્શિકા અનુસાર, મુસાફરોને એરપોર્ટના અમુક વિસ્તારોમાં ફોટા કે વીડિયો લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જેમાં સુરક્ષા ચોકીઓ, બોર્ડિંગ ગેટ, રનવે બસ સ્ટોપ, વિમાન હેન્ડલિંગ વિસ્તારો અને એરપોર્ટ એપ્રોન. આ વિસ્તારોમાં રેકોર્ડિંગ કરવાથી સુરક્ષા, દેખરેખ પ્રણાલીઓ અને એરપોર્ટની કામગીરી વિશેની માહિતી ખુલ્લી પડી શકે છે.

ફોન પણ થઈ શેક છે જપ્ત

આ નિયમોનું ઉલ્લંઘન કરનારા મુસાફરો પર તાત્કાલિક કાર્યવાહી થઈ શકે છે. અધિકારીઓ પાસે વીડિયોઝ અથવા ફોટા ડિલીટ કરવાની, દંડ લાદવાની, નિરીક્ષણ માટે મોબાઇલ ફોન અથવા કેમેરા જપ્ત કરવાની અને વધુ કાર્યવાહીની ભલામણ કરવાની સત્તા રહેશે. જેમાં વારંવાર ઉલ્લંઘન કરનારાઓને કડક પગલાંનો સામનો કરવો પડી શકે છે. 



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤