લોડ થઈ રહ્યું છે...
--:--:--

દેશ-વિદેશ

Harsh Firing Case : ભાજપના ધારાસભ્યને 4 વર્ષની જેલની સજા, 25 લાખ વળતર ચૂકવવાનો આદેશ | Gujarat News

by

Thenewsdk

Updated: 04-07-2026, 04.57 PM

Follow us:

Harsh Firing Case : ભાજપના ધારાસભ્યને 4 વર્ષની જેલની સજા, 25 લાખ વળતર ચૂકવવાનો આદેશ | Gujarat News


દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે વર્ષ 2018ના હર્ષ ફાયરિંગ કેસમાં બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના સાહેબગંજ બેઠકના ભાજપ ધારાસભ્ય રાજુ કુમાર સિંહને 4 વર્ષની સજા ફટકારી છે. આ સજાને પગલે તેમની ધારાસભ્ય પદ માટે અયોગ્યતા લાગુ થવાની શક્યતા છે. કોર્ટે પીડિત ડૉ. અર્ચના ગુપ્તાના પરિવારને 25 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે.

રાજુ કુમાર છ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે

આ કેસમાં ગયા મહિને કોર્ટે રાજુ કુમાર સિંહને દોષિત જાહેર કર્યા હતા અને શનિવારે સજાની જાહેરાત કરી હતી. વિશેષ ન્યાયાધીશ વિશાલ ગોગનેએ અગાઉ સજાના મુદ્દે બંને પક્ષોની દલીલો સાંભળી હતી. બચાવ પક્ષે દલીલ કરી હતી કે રાજુ સિંહ અગાઉ ક્યારેય દોષિત ઠર્યા નથી, તેઓ છ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે અને સમાજસેવા સાથે જોડાયેલા છે. તેથી તેમને બે વર્ષથી ઓછી સજા આપવામાં આવે જેથી તેમની ધારાસભ્ય પદ બચી રહે. જોકે કોર્ટે આ દલીલ સ્વીકારી નહોતી.

2018માં કેસ બન્યો હતો 

કોર્ટે રાજુ કુમાર સિંહને ભારતીય દંડ સંહિતાની કલમ 304 (ભાગ-2) તેમજ શસ્ત્ર અધિનિયમની કલમ 30 હેઠળ દોષિત ઠેરવ્યા હતા. આ મામલો 31 ડિસેમ્બર, 2018ના રોજ દિલ્હીના ફતેહપુર બેરી સ્થિત એક ફાર્મહાઉસમાં યોજાયેલી ન્યૂ ઈયર પાર્ટી સાથે સંબંધિત છે. પાર્ટી દરમિયાન થયેલી હર્ષ ફાયરિંગમાં હાજર રહેલી ડૉ. અર્ચના ગુપ્તાને ગોળી વાગતાં તેમનું મોત થયું હતું.

દિલ્હી પોલીસે આ કેસમાં રાજુ કુમાર સિંહ, તેમની પત્ની રેણુ સિંહ સહિત ચાર લોકોને આરોપી બનાવ્યા હતા. જોકે ટ્રાયલ પૂર્ણ થયા બાદ કોર્ટે રાજુ કુમાર સિંહને બિનઈરાદત હત્યાના ગુનામાં દોષિત ઠેરવ્યા, જ્યારે તેમની પત્ની સહિત અન્ય ત્રણ આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરીને મુક્ત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : Modi Governmentનો આતંકવાદ સામે વધુ એક મોટો પ્રહાર, 23 લોકોને આતંકવાદી જાહેર કરાયા



Source link

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤