ભારત માટે વર્ષ ૨૦૨૫ હવામાનની દ્રષ્ટિએ અત્યંત પડકારજનક સાબિત થયું છે. સેન્ટર ફોર સાયન્સ એન્ડ એનવાયરમેન્ટના ચોંકાવનારા રિપોર્ટ મુજબ, ૨૦૨૫માં ૩૫૬ દિવસમાંથી ૩૬૦ દિવસ દૃેશના કોઈને કોઈ ભાગમાં ભયાનક હવામાનની ઘટનાઓ નોંધાઈ હતી. આ આંકડો સૂચવે છે કે ભારતમાં હવે આત્યંતિક હવામાનની ઘટનાઓ અપવાદ નહીં, પરંતુ રોિંજદૃી બાબત બની ગઈ છે.
૨૦૨૫માં હવામાનના બદલાતા મિજાજે માનવ જીવન અને અર્થતંત્રને મોટો ફટકો આપ્યો છે
૨૦૨૪માં ૩૩૯૩ લોકોના મોત થયા હતા, જે આ વર્ષે વધીને ૪૪૨૧ પર પહોંચ્યા છે. ખેતી માટે આ વર્ષ વિનાશક રહૃાું. ૨૦૨૪માં ૩૬ લાખ હેક્ટર પાકને નુકસાન થયું હતું, જે ૨૦૨૫ માં અનેકગણું વધીને ૧.૭૪ કરોડ હેક્ટર થઈ ગયું છે.
ખેતીના નુકસાનમાં મહારાષ્ટ્ર સૌથી વધુ પ્રભાવિત રહૃાું, જ્યાં ૮૪ લાખ હેક્ટર ખેતીને અસર થઈ. જ્યારે હિમાચલ પ્રદૃેશ, કેરળ અને મધ્ય પ્રદૃેશ માં સૌથી વધુ દિૃવસો ખરાબ હવામાન નોંધાયું હતું. દૃેશભરમાં ૧.૮૧ લાખથી વધુ ઘરોને ભારે નુકસાન પહોંચ્યું છે.
જ્યારે અલ-નીનો સક્રિય થાય છે, ત્યારે ભારતમાં વરસાદૃની પેટર્ન ખોરવાય છે, ક્યાંક ભારે દૃુષ્કાળ તો ક્યાંક અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ સર્જાય છે. હવે આ બંને પરિબળો ભેગા મળીને હવામાનને વધુ અનિશ્ર્ચિત બનાવી રહૃાા છે.
રિપોર્ટની સૌથી ગંભીર ચેતવણી એ છે કે હવે વિનાશક હવામાન માત્ર ચોમાસાની સિઝન સુધી મર્યાદિૃત નથી રહૃાું. માર્ચ, એપ્રિલ અને મે જેવા મહિનાઓમાં પણ અસહૃા ગરમી, અચાનક વાવાઝોડું, વીજળી પડવી અને કરા પડવા જેવી ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. આ બદૃલાવ સીધી રીતે આપણી ખાદ્ય સુરક્ષા, જળ સંસાધનો અને રોિંજદૃા જીવનને અસર કરી રહૃાો છે.
નિષ્ણાતો ચેતવણી આપે છે કે જો ક્લાઈમેટ ચેન્જનીગતિ પર કાબૂ નહીં મેળવવામાં આવે અને અલ-નીનો જેવા પેટર્નનો પ્રભાવ વધતો જશે, તો આવનારા વર્ષોમાં સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.




Leave a Comment