લોડ થઈ રહ્યું છે...
--:--:--

દેશ-વિદેશ

વધુ એક છબરડા બાદ NTA એ માફી માગી, CUET UG પરીક્ષામાં સર્વર ઠપ થતાં ભારે હોબાળો | cuet ug 2026 exam delayed tcs server down nta changes shift timing

by

Thenewsdk

Updated: 30-05-2026, 01.13 PM

Follow us:

વધુ એક છબરડા બાદ NTA એ માફી માગી, CUET UG પરીક્ષામાં સર્વર ઠપ થતાં ભારે હોબાળો | cuet ug 2026 exam delayed tcs server down nta changes shift timing



CUET UG 2026 Server Down: દેશમાં મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ (NEET) ને લઈને પહેલાથી જ ભારે હોબાળો મચેલો છે અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ચારેય તરફથી વિવાદોમાં ઘેરાયેલી છે. આ ગંભીર તણાવ વચ્ચે આજે એટલે કે 30 મે 2026 ના રોજ દેશભરમાં આયોજિત CUET UGના (કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ) પરીક્ષા કેન્દ્રો પર મોટી ગેરવ્યવસ્થાના દ્રશ્યો સામે આવ્યા છે, જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

TCSના સર્વરમાં ટેકનિકલ ખામી: કલાકો મોડી શરૂ થઈ પરીક્ષા

મળતી માહિતી મુજબ, પરીક્ષાનું આયોજન કરતી એજન્સી TCS ના (ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ) સર્વરમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાઈ હતી. સર્વર ઠપ થઈ જવાના કારણે દેશના કલાકો સુધી ઘણા પરીક્ષા કેન્દ્રો પર સીયુઈટી યુજીની પરીક્ષા સમયસર શરૂ થઈ શકી ન હતી. કમ્પ્યુટર સ્ક્રીન લોગ-ઈન ન થવાને કારણે સેન્ટર્સ પર વિદ્યાર્થીઓ લાંબા સમય સુધી બેસી રહ્યા હતા અને પરીક્ષામાં મોડું થયું હતું.

NTAએ બપોરની શિફ્ટનો સમય બદલવો પડ્યો

સવારની શિફ્ટમાં સર્જાયેલી આ ટેકનિકલ ખામી અને ભારે અંધાધૂંધીના પગલે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ (NTA) તાબડતોબ નિર્ણય લેવો પડ્યો હતો. NTA દ્વારા બપોરની શિફ્ટના સમયમાં ફેરફાર કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જેથી કરીને ટેકનિકલ ખામીને સુધારી શકાય અને વિદ્યાર્થીઓને વધુ પરેશાની ન થાય. જો કે, આ અચાનક કરાયેલા ફેરફારથી દૂર-દૂરથી આવેલા પરીક્ષાર્થીઓને સેન્ટર પર કલાકો સુધી રાહ જોવાની ફરજ પડી હતી.

NEET બાદ હવે CUET: NTAની કામગીરી પર ઉઠ્યા સવાલો

દેશની સૌથી મોટી એજ્યુકેશનલ એજન્સી NTA માટે આ સમય ખૂબ જ મુશ્કેલ સાબિત થઈ રહ્યો છે. એકતરફ સુપ્રીમ કોર્ટ અને સોશિયલ મીડિયા પર નીટ પરીક્ષાના પેપર લીક અને ગ્રેસ માર્ક્સને લઈને ભારે આક્રોશ છે, ત્યાં બીજી તરફ દેશની તમામ સેન્ટ્રલ યુનિવર્સિટીઓમાં એડમિશન માટે લેવાતી CUET UG પરીક્ષામાં આવી ગંભીર ખામી સામે આવતા એજન્સીની ડિજિટલ સિક્યોરિટી અને વ્યવસ્થાપન પર ફરી એકવાર મોટા સવાલો ઊભા થયા છે. વાલીઓ સોશિયલ મીડિયા પર NTA વિરુદ્ધ પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤