લોડ થઈ રહ્યું છે...
--:--:--

દેશ-વિદેશ

ઓડિશામાં સરકારી એન્જિનિયર પાસેથી રૂ. બે કરોડ રોકડા મળ્યા | Rs 2 crore cash found from government engineer in Odisha

by

Thenewsdk

Updated: 08-06-2026, 05.40 AM

Follow us:

ઓડિશામાં સરકારી એન્જિનિયર પાસેથી રૂ. બે કરોડ રોકડા મળ્યા | Rs 2 crore cash found from government engineer in Odisha



– 6 હજાર પગાર ધરાવતા એન્જિનિયરનાં અનેક મકાનો અને જમીનો

– કાયદેસરની આવક કરતા વધારે સંપતિ હોવાની ફરિયાદ મળ્યા પછી આ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું

– બૈકુંઠનાથ બેહરા પાસે જમીનનાં 13 પ્લોટ જે પૈકી સાત પ્લોટ ભુવનેશ્વરમાં પ્રમુખ સ્થળોએ આવેલા છે

ભુવનેશ્વર: ઓડિશામાં વિજિલન્સ વિભાગની કાર્યવાહીમાં એક આશ્ચર્યજનક કેસ સામે આવ્યો છે. ૬ હજાર રૂપિયાનો પગાર મેળવતા એન્જિનિયર પાસેથી કરોડો રૂપિયાની રોકડ મળી આવી છે. 

આ ઉપરાંત તેની પાસેથી અલગ અલગ જગ્યાઓ પર મકાન અને જમીન પણ મળી આવી છે. આ એન્જિનિયરનું નામ બૈકુંઠનાથ બેહરા છે. જે કંધમાલ જિલ્લાનાં બાલીગુડામાં ઇન્ટીગ્રેટેડ ટ્રાયબલ ડેવલોપમેન્ટ ઓથોરિટી (આઇટીડીએ)નાં સહાયક કાર્યકરી તરીકે તૈનાત છે. તેની કાયદેસરની આવક કરતા વધારે સંપતિ હોવાની ફરિયાદ મળ્યા પછી આ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ભુવનેશ્વરનાં વિશેષ વિજિલન્સ ન્યાયમૂર્તિની તરફથી જારી સર્ચ વોરેન્ટને આધારે  વિજિલન્સ ટીમોએ ભુવનેશ્વર, બારીપદા, જાજપુર જિલ્લાનાં ધર્મશાળા અને બાલીગુડામાં કુલ ૯ સ્થળોએ એક સાથે દરોડા પાડયા હતાં.આ ટીમમાં બે એડિશનલ પોલીસ સુપ્રિટેન્ડેન્ટ, પાંચ ડેપ્યુટી પોલીસ સુપ્રિટેન્ડેન્ટ,  છ નિરીક્ષકો અને અન્ય સહાયક કર્મચારીઓ સામેલ હતાં. 

ભુવનેશ્વરનાં નીલાદ્રી વિહારમાં ચાર માળની ઇમારત, શૈલાશ્રી વિહારમાં ત્રણ માળની ઇમારત, પટિયામાં બે માળનું મકાન મળી આવ્યું છે. જમીનનાં ૧૩ પ્લોટ પણ મળી આવ્યા છે. જેમાંથી સાત પ્લોટ ભુવનેશ્વરનાં પ્રમુખ સ્થળોએ આવેલા છે.  પરિવારજનોનાં લોકરોમાંથી કુલ બે કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા છે. આ ઉપરાંત ઘરમાંથી ૨.૬૬ લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતાં.  સોનાનાં ઘરેણા, રોકાણ, પોસ્ટ સેવિંગ, બેંક ડિપોઝિટ વગેરેનું મૂલ્યાંકન કરવાનું કાર્ય ચાલુ છે. 



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤