લોડ થઈ રહ્યું છે...
--:--:--

દેશ-વિદેશ

ATMમાં કેશ આવતાં જ બોયફ્રેન્ડને ગયો કોલ! જયપુરની ₹41.70 લાખની લૂંટમાં ‘લવ કનેક્શન’, રેકી કરનાર ગર્લફ્રેન્ડ બાદ માસ્ટરમાઇન્ડ પણ પકડાયો

by

Thenewsdk

Updated: 08-10-2026, 10.00 AM

Follow us:

જયપુર: રાજસ્થાનના જયપુર સ્થિત રામનગરિયા વિસ્તારમાં તાજેતરમાં થયેલી ₹41.70 લાખની સનસનાટીભરી ATM કેશ લૂંટના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં આ હાઇ-પ્રોફાઇલ લૂંટ પાછળ ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડનું પ્લાનિંગ હોવાનું સામે આવ્યું છે.

​કેવી રીતે આપ્યો લૂંટને અંજામ?

પોલીસના જણાવ્યા અનુસાર, 22 વર્ષીય આરોપી યુવતી અંશુ કુમારી જાટવ ATM પાસે બેસીને સતત રેકી (નિરીક્ષણ) કરી રહી હતી. જેવી બેંકની કેશ વેન ATM પર પહોંચી અને કર્મચારીઓ પૈસા ભરવા લાગ્યા, કે તરત જ અંશુએ તેના બોયફ્રેન્ડ અને લૂંટના મુખ્ય સૂત્રધાર મસ્તરામ મીણાને ફોન કરીને એલર્ટ કરી દીધો હતો.

​માહિતી મળતા જ બાઈક પર આવેલા હથિયારધારી बदमाशोंએ બેંક કર્મચારીઓને બંદૂકની અણીએ ધમકાવીને ₹41.70 લાખથી ભરેલો બેગ લૂંટી લીધો હતો અને ફરાર થઈ ગયા હતા.

​દેવું ચૂકવવા ઘડાયું હતું પ્લાનિંગ:

શરૂઆતી તપાસમાં સામે આવ્યું છે કે માથા પર ચડી ગયેલું દેવું ચૂકવવા માટે આ લૂંટનું કાવતરું રચવામાં આવ્યું હતું. લૂંટ કર્યા બાદ તમામ આરોપીઓ અંશુના ભાડાના મકાને પહોંચ્યા હતા જ્યાં પૈસાની વહેંચણી કરવામાં આવી હતી.

​પોલીસ કાર્યવાહી અને સફળતા:

CCTV ફૂટેજ અને સર્વેલન્સના આધારે રામનગરિયા પોલીસ ટીમે અંશુની ધરપકડ કરી લીધી હતી અને તેના રૂમમાંથી ₹26.80 લાખની રકમ રિકવર કરી હતી.

Related Latest News

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤