લોડ થઈ રહ્યું છે...
--:--:--

દેશ-વિદેશ

Punjab Bridge Collapse : પટિયાલામાં પુલ ધરાશાયી થતાં અફરાતફરી! બે ટ્રકો પુલ પર જ લટકી પડ્યા, જુઓ ચોંકાવનારી ઘટના

by

Thenewsdk

Updated: 19-11-2026, 11.26 AM

Follow us:

પંજાબના પટિયાલા-સંગરુર માર્ગ પર નહેર ઉપર બનેલો લોખંડનો પુલ ગુરુવારે સવારે અચાનક ધરાશાયી થતાં અફરાતફરી મચી ગઈ હતી. દુર્ઘટના સમયે પુલ પરથી બે ટ્રક પસાર થઈ રહ્યા હતા. પુલ તૂટતાં જ બંને ટ્રક નહેરમાં ખાબકીને લટકી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્રની ટીમો અને ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તાત્કાલિક રાહત-બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.

નહેરમાં લટકતા ટ્રકોમાં લાગી ભીષણ આગ
પુલ ધરાશાયી થતાં બંને ટ્રક નહેરમાં ફસાઈને લટકી ગયા હતા. દુર્ઘટના બાદ બંને ટ્રકમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ફાયર વિભાગની ગાડીઓ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. બીજી તરફ, તૂટેલા પુલના કાટમાળ પરથી ભાખડા નહેરનું પાણી વહેવા લાગતાં પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી. સ્થિતિને નિયંત્રિત કરવા માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે.

બંને ટ્રક ડ્રાઇવરોનો સુરક્ષિત બચાવ
આ અકસ્માતમાં રાહતની વાત એ છે કે બચાવ ટીમોએ બંને ટ્રક ડ્રાઇવરોને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા છે. ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રએ પુલની બંને તરફ બેરિકેડિંગ કરી વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દીધો છે. મુસાફરોની સુવિધા માટે વાહનોને નજીકના બીજા પુલ પરથી પસાર કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

પુલના બાંધકામ અને ટ્રકોના ઓવરલોડિંગ પર સવાલ
મળતી માહિતી મુજબ, આ નેશનલ હાઇવે અને પુલનું નિર્માણ વર્ષ 2016ની આસપાસ કરવામાં આવ્યું હતું. સ્થાનિક સ્તરે અગાઉ પણ પુલમાં તિરાડો પડી હોવાની ફરિયાદો સામે આવી હતી. હવે અચાનક પુલ ધરાશાયી થતાં તેના બાંધકામની ગુણવત્તા અને મજબૂતી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. આ ઉપરાંત, દુર્ઘટના સમયે પુલ પરથી પસાર થઈ રહેલા બંને ટ્રક ઓવરલોડ હોવાની પણ ચર્ચા છે. જોકે, પુલ તૂટવા પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Related Latest News

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤