લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

નંબર પ્લેટ વગરની એક્ટિવામાં દારૂનો જથ્થો! અકસ્માત બાદ ડેકી ખોલતાં લોકો રહી ગયા દંગ

by

Thenewsdk

Updated: 19-11-2026, 11.24 AM

Follow us:

ચાંદખેડા સ્મશાન રોડ પર આવેલા દેવનંદન હોરીઝોન ફ્લેટ પાસે ગત 18 નવેમ્બરની રાત્રિના સમયે એક કાર અને નંબર પ્લેટ વિનાના એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ટક્કર બાદ એક્ટિવાની તપાસ કરતા તેમાંથી નાની-મોટી દારૂની 14 જેટલી બોટલો મળી આવી હતી, જેના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટ્યા
ચાંદખેડા વિસ્તારમાં સ્મશાન રોડ પર દેવનંદન હોરીઝોન ફ્લેટ નજીક કાર અને નંબર પ્લેટ વિનાના એક્ટિવા વચ્ચે અકસ્માત થતાં આસપાસના રહીશો અને રાહદારીઓના ટોળા ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા.

આ અકસ્માત અંગે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવતા તાત્કાલિક PCR વાન સ્થળ પર પહોંચી હતી. એક્ટિવાની તપાસ કરતા તેમાંથી નાની-મોટી 11થી 14 જેટલી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. સ્થળ પર હાજર સ્થાનિકોએ સમગ્ર ઘટનાનો મોબાઈલમાં વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો,

જેમાં એક મહિલા દેખાઈ રહી છે અને આ એક્ટિવા તેનું હોવાની સ્થાનિક સ્તરે ચર્ચા જાગી છે.

ચેસિસ નંબરના આધારે વાહન માલિકની શોધખોળ
આ સમગ્ર મામલે મોટેરા પોલીસ સ્ટેશનના PI આર. વી. વીંછીએ જણાવ્યું હતું કે, “એક્ટિવા અને કાર વચ્ચે થયેલા અકસ્માત બાદ વાહનમાંથી દારૂની બોટલો મળી આવતા અજાણ્યા એક્ટિવા ચાલક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં નંબર પ્લેટ વિનાના એક્ટિવા સાથે એક મહિલા હોવાનું જણાય છે. આ મહિલા દ્વારા જ અકસ્માત સર્જાયો છે કે, કેમ અને દારૂની હેરાફેરીમાં તેની શું ભૂમિકા છે તે દિશામાં તપાસ ચાલી રહી છે.”

હાલ પોલીસે નંબર પ્લેટ ન હોવાથી એક્ટિવાના એન્જિન અને ચેસિસ નંબરના આધારે RTO રેકોર્ડ તપાસી તેના મૂળ માલિકને શોધી કાઢવાની કાર્યવાહી હાથ ધરી છે.

Related Latest News

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤