લોડ થઈ રહ્યું છે...
--:--:--

એન્ટરટેઇનમેન્ટ

Diljit Dosanjh Ahmedabad : દિલજીતના કોન્સર્ટની ટિકિટ કરતાં હોટલનો ખર્ચ વધુ? એક રૂમનું ભાડું ₹35,000 સુધી પહોંચ્યું

by

Thenewsdk

Updated: 19-11-2026, 11.19 AM

Follow us:

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારા પંજાબી સિંગર દિલજીત દોસાંઝના કોન્સર્ટને માણવા દેશભરમાંથી યુવાનો અમદાવાદ આવવા માટે ઉત્સુક છે. કોન્સર્ટની વધતી માંગને કારણે અમદાવાદ આવતી ફ્લાઈટની ટિકિટ અને હોટલના રૂમના ભાડામાં મોટો વધારો થયો છે.

સામાન્ય દિવસોમાં જે ફ્લાઈટ ટિકિટ ₹3,500થી ₹8,000માં મળતી હતી, તેના માટે હવે ₹17,000થી ₹40,000 સુધી ચૂકવવા પડી શકે છે. જ્યારે હોટલના રૂમનું ભાડું પણ ₹35,000 સુધી પહોંચી ગયું છે.

21 અને 22 નવેમ્બરે અમદાવાદ-ગાંધીનગરમાં સંગીતનો જલસો
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઇન્ટરનેશનલ બેન્ડ કોલ્ડ પ્લેના ભવ્ય કોન્સર્ટની સફળતા બાદ ગુજરાતમાં મોટા મ્યુઝિક ઇવેન્ટ્સનો ક્રેઝ વધ્યો છે. હવે 21 નવેમ્બર, 2026થી 27 માર્ચ, 2027 દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરમાં પંજાબી તથા બોલિવૂડ સિંગર્સના એક પછી એક લાઈવ કોન્સર્ટ યોજાવાના છે.

આગામી કોન્સર્ટનું શેડ્યૂલ પણ સંગીતપ્રેમીઓ માટે ખાસ છે:

  • 21 નવેમ્બર: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દિલજીત દોસાંઝનો કોન્સર્ટ.
  • 22 નવેમ્બર: રાજપથ ક્લબમાં પપોન (અંગરાગ મહંતા)નો કોન્સર્ટ.
  • 22 નવેમ્બર: સવાના પાર્ટી પ્લોટમાં દર્શન રાવલનો કોન્સર્ટ.

એક પછી એક યોજાનારા આ કાર્યક્રમોને કારણે દેશના વિવિધ શહેરોમાંથી મોટી સંખ્યામાં લોકો અમદાવાદ અને ગાંધીનગર આવી રહ્યા છે.

ફ્લાઈટ ટિકિટના ભાડામાં 6થી 7 ગણો વધારો
કોન્સર્ટના એક દિવસ પહેલાં અને કાર્યક્રમના દિવસે અમદાવાદ આવતી ફ્લાઈટની ટિકિટના ભાવમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. સામાન્ય દિવસોમાં ₹3,500થી ₹8,000 સુધી મળતી ટિકિટ માટે હવે ₹17,000થી ₹40,000 સુધી ચૂકવવા પડી શકે છે.

ચીકી ટ્રાવેલ એજન્સીના ઓનર અંકિત બજાજે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલમાં એરફેર એટલું વધી ગયું છે કે છ સીટના ભાડા બરાબર એક સીટ મળી રહી છે. દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને ઈન્દોર સહિતનાં શહેરોમાંથી અમદાવાદ આવતી ફ્લાઈટના ભાડામાં 6થી 7 ગણો વધારો થયો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ વધેલા ભાડાની અસર માત્ર કોન્સર્ટમાં આવનારા લોકો પર જ નહીં, પરંતુ પોતાના ઘરે આવનારા કે બિઝનેસ મિટિંગ માટે અમદાવાદ આવતા મુસાફરો પર પણ પડી રહી છે.

Related Latest News

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤