લોડ થઈ રહ્યું છે...
--:--:--

એન્ટરટેઇનમેન્ટ

10 વર્ષની મહેનત અને ₹15 કરોડની કિંમત! નીતા અંબાણીના બટરફ્લાય બ્રોચે ખેંચ્યું સૌનું ધ્યાન

by

Thenewsdk

Updated: 04-11-2026, 04.01 PM

Follow us:

તાજેતરમાં મુંબઈના NMACC (નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર) ખાતે નવી લાઇબ્રેરીના લોન્ચિંગ પ્રસંગે તેમણે પહેરેલા એક ખાસ ડ્રેગનફ્લાઈ બ્રોચે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. સોશિયલ મીડિયા પર આ ઇવેન્ટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન પણ આ અનોખા બ્રોચને નજીકથી નિહાળતી જોવા મળે છે. અંદાજે ₹12થી ₹15 કરોડની કિંમત ધરાવતા આ બ્રોચને તૈયાર કરવામાં 10 વર્ષનો સમય લાગ્યો હોવાનું કહેવાય છે.

ડ્રેગનફ્લાઈ

શું છે નીતા અંબાણીના બ્રોચની ખાસિયત?
નીતા અંબાણીએ પોતાના બ્લેઝર પર ડ્રેગનફ્લાઈ એટલે કે પતંગિયાની ડિઝાઇન જેવું દેખાતું એક આકર્ષક બ્રોચ પહેર્યું હતું. વિશ્વપ્રસિદ્ધ ચીની જ્વેલરી આર્ટિસ્ટ વાલેસ ચાન દ્વારા તૈયાર કરવામાં આવેલા આ બ્રોચનું નામ ‘સોઅરિંગ સ્પિરિટ’ છે. આ બ્રોચની સૌથી ખાસ વાત તેની જટિલ કારીગરી અને તેમાં વપરાયેલી કિંમતી સામગ્રી છે. તેની ડિઝાઇન તૈયાર કરવામાં એક દાયકા એટલે કે 10 વર્ષનો સમય લાગ્યો હતો. બ્રોચમાં 17.67 કેરેટના ત્સવોરાઇટ ગાર્નેટ ઉપરાંત ડિમેન્ટોઇડ ગાર્નેટ, યલો ડાયમંડ, વ્હાઇટ ડાયમંડ, કલર્ડ ડાયમંડ, રૂબી, પિંક સૅફાયર અને ખાસ પ્રકારના ટાઇટેનિયમનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

કરીના કપૂર પણ અડીને જોઈ રહી છે.

હલનચલન સાથે પાંખો પણ કરે છે હલનચલન
‘સોઅરિંગ સ્પિરિટ’ બ્રોચની ડિઝાઇનમાં ખાસ ફ્લેક્સિબલ ટાઇટેનિયમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેના કારણે બ્રોચ પહેરનાર વ્યક્તિની હલનચલન સાથે ડ્રેગનફ્લાઈની પાંખો પણ કુદરતી રીતે હલતી જોવા મળે છે. તેની પાંખોની રચના ‘એબેકસ’થી પ્રેરિત છે. આ અનોખી ટેક્નિક અને બારીક કારીગરી તેને સામાન્ય જ્વેલરીથી અલગ બનાવે છે. કિંમતી રત્નો અને હલનચલન કરતી પાંખોનું સંયોજન આ બ્રોચને વિશેષ બનાવે છે.

dbgifmagic 8 1793714808

કેટલી છે આ બ્રોચની કિંમત?
આંતરરાષ્ટ્રીય બજાર અને સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ માહિતી મુજબ, ‘સોઅરિંગ સ્પિરિટ’ બ્રોચની અંદાજિત કિંમત 1.5થી 1.8 મિલિયન અમેરિકન ડોલર છે. ભારતીય ચલણમાં તેની કિંમત આશરે ₹12 કરોડથી ₹15 કરોડની વચ્ચે થાય છે. જોકે, આ કિંમત અંદાજિત છે અને બ્રોચની સત્તાવાર વેચાણ કિંમત જાહેર કરવામાં આવી હોવાની માહિતી નથી.

ડ્રેગનફ્લાઈની ડિઝાઇન પાછળ છુપાયેલો ખાસ સંદેશ
ડ્રેગનફ્લાઈને સપનાં, સ્વતંત્રતા, પરિવર્તન અને અનંત શક્યતાઓનું પ્રતીક માનવામાં આવે છે. NMACCની નવી લાઇબ્રેરીના લોન્ચિંગ પ્રસંગે નીતા અંબાણીએ આ ડિઝાઇન પસંદ કરીને જ્ઞાન, વાંચન અને વિચારોની આઝાદી સાથે જોડાયેલો સંદેશ આપ્યો હોવાનું માનવામાં આવે છે. આ રીતે આ બ્રોચ માત્ર કિંમતી જ્વેલરી પૂરતું મર્યાદિત નથી, પરંતુ તેની પાછળ એક પ્રતીકાત્મક વિચાર પણ જોડાયેલો છે.

Related Latest News

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤