લોડ થઈ રહ્યું છે...
--:--:--

એન્ટરટેઇનમેન્ટ

સાઇ માંજરેકર અને રાઘવ જુયાલ ઇક્કાઇ ફિલ્મમાં જોડી જમાવશે | Saiee Manjrekar and Raghav Juyal to pair up in Icai

by

Thenewsdk

Updated: 14-06-2026, 05.40 AM

Follow us:

સાઇ માંજરેકર અને રાઘવ જુયાલ ઇક્કાઇ ફિલ્મમાં જોડી જમાવશે | Saiee Manjrekar and Raghav Juyal to pair up in Icai



photo 1781371479482

– વિકાસ બહલ નિર્મિત હોરર ફિલ્મ આવતાં વર્ષે આવશે     

– ઇકાઇ સાંઇ માંજરેકર માટે સૌથી પડકારજનક ફિલ્મ   

મુંબઈ : હાલ ઇકાઇ નામની ફિલ્મ બની રહી છે જેને આવતા વર્ષની શરૂઆતમાં રજૂ કરવામાં આવશે. આ ફિલ્મમાં સંજય માંજરેકરની પુત્રી સાંઇ માંજરેકર અને રાઘવ જુયાલે જોડી જમાવી છે. મુખ્ય ભૂમિકા ભજવનારા માટે આ ફિલ્મ માનસિક અને શારીરિક રીતે થકવનારી પુરવાર થઇ રહી છે. ખાસ કરીને સાંઇ માંજરેકરને તેની ભૂમિકા માટે ખૂબ મહેનત કરવી પડી રહી છે. 

વિકાસ બહલ દ્વારા નિર્મિત આ ફિલ્મનુ નિર્દેશન રાજ સિંહ ચૌધરી કરી રહ્યા છે. પોતાની ભૂમિકા વિશે સાંઇ માંજરેકરે જણાવ્યું હતું કે ઇકાઇ મારા માટે આજ સુધીની સૌથી પડકારજનક ફિલ્મ બની રહી છે.

 મારે તેમાં ઇમોશનલી અને સાયકોલોજિકલી થકવી નાંખે તેટલું કામ કરવુંં પડે છે. અમુક સીનમાં મારે મારી જાતને પુશ કરી કરવા પડયા છે. આ પ્રક્રિયા સરળ નથી પણ મને આ કામ કરવાથી એક્ટિંગની અજાણી બાજુઓ જાણવા મળી રહી છે. મને લાગે છે દર્શકોને મારી એક તદ્દન અલગ જ બાજુ આ ફિલ્મમાં જોવા મળશે. જેનો મને ભારે ઉત્સાહ છે. 



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤