જયપુરમાં નશામાં ધૂત કારચાલકે 9 લોકોને અડફેટે લીધા, ત્રણના ઘટનાસ્થળે જ મોત

રાજસ્થાનના જયપુર નાહરગઢ વિસ્તારમાં સોમવારે (સાતમી એપ્રિલ) સાંજે હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. અહીં એક બેકાબૂ SUV કારે રસ્તા પર ચાલી રહેલા અનેક ટુ-વ્હીલર સવારો અને રાહદારીઓને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં ત્રણ લોકોના મૃત્યુ નિપજ્યા હતા, જ્યારે સાતથી વધુ ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે જણાવ્યું કે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
કારચાલક નશામાં હતો
અહેવાલો અનુસાર, આ હિટ એન્ડ રનની ઘટના રાજસ્થાનના જયપુરના નાહરગઢ વિસ્તારમાં બની હતી, આ ઘટનાનો એક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક બેકાબૂ સફેદ કાર અનેક વાહનોને ટક્કર મારે છે. અકસ્માત બાદ સ્થાનિક લોકોએ તાત્કાલિક કારનો પીછો કર્યો, તેને ઘેરી લીધી અને ડ્રાઇવરને પકડીને પોલીસને સોંપી દીધો. પોલીસે જણાવ્યું હતું કે શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે કારચાલક ખૂબ જ નશામાં હતો.
VIDEO | Rajasthan: At least two people were killed and several others injured when an SUV mowed them down in Jaipur’s Nahargarh area. CCTV visuals of the incident.#JaipurNews #RajasthanNews
(Viewer discretion advised)
(Source: Third Party) pic.twitter.com/wrMMhXSI1Y
— Press Trust of India (@PTI_News) April 8, 2025
હવા મહલના ધારાસભ્ય બાલમુકુન્દાચાર્યએ જણાવ્યું હતું કે, ‘કારચાલક એટલો નશામાં હતો કે તે ભાનમાં નહોતો. તેણે પહેલા MI રોડ પર એક વ્યક્તિને ટક્કર મારી, તે જ કારે ગાલ્ટા ગેટ વિસ્તારમાં ઘણાં લોકોને ટક્કર મારી હતી.’