NATIONAL

ખુદ મુખ્યમંત્રી અને તેમનો કાફલો ભેળશેળ યુક્ત ડીઝલનો ભોગ બન્યા, એસાભી હોતા હૈ:

MPના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવના કાફલામાં સમાવિષ્ટ 19 કારો અચાનક બંધ થઈ જતાં ખળભળાટ મચી ગયો, ગુરુવારે રાત્રે રતલામ નજીક ધોસી ગામ ખાતે આવેલા ભારત પેટ્રોલિયમના શક્તિ ફ્યુઅલ્સ પેટ્રોલ પંપ પરથી ડીઝલ ભર્યા બાદ થોડીવારમાં જ તમામ કારો ઊભી રહી ગઈ. તપાસમાં મોટો ખુલાસો થયો કે કારોમાં ભરાયેલું ‘ડીઝલ’ અડધા ભાગમાં પાણી હતું. પેટ્રોલ પંપ પર પ્રવૃત્તિ ગેરજસરંજામ જેવી બનતાં વહીવટી તંત્ર તરત જ હરકતમાં આવ્યું. સમગ્ર ઘટનાને ધ્યાને લઈને પંપને તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવ્યો છે. ઈન્દોરથી મોકલવામાં આવેલી કારો CMના ‘MP રાઈઝ 2025’ કોન્ક્લેવ માટે લાવવામાં આવી રહી હતી, જે શુક્રવારે યોજાવાનું છે.

પાણી ભરેલા ડીઝલથી 19 વાહનો બંધ, મોટે ભાગે INNOVA કાર

CMના કાફલાની 19 ઇનોવા કારોએ રાત્રે લગભગ 10 વાગ્યે ડીઝલ ભરાવ્યું હતું. પરંતુ ફક્ત થોડું અંતર કાપ્યા બાદ એક પછી એક તમામ કારો ઠપ થઈ ગઈ. તપાસ દરમિયાન તમામ વાહનોમાંથી ડીઝલ કાઢવામાં આવ્યું, જેમાંથી લગભગ અડધું પાણી મળ્યું. એ જ સમયે, એક ટ્રક ચાલકે પણ ફરિયાદ કરી હતી કે તેણે ભરાવેલો 200 લિટર ડીઝલ ભરાવ્યા બાદ પણ વાહન બંધ થઈ ગયું હતું.

ભારે હલચલ વચ્ચે અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા

ઘટનાની જાણ થતાં નાયબ તહસીલદાર આશિષ ઉપાધ્યાય, ખાદ્ય પુરવઠા અધિકારી આનંદ ગોર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા. ભારત પેટ્રોલિયમના પ્રાદેશિક અધિકારી શ્રીધર પણ પંપ પર હાજર રહ્યાં. પેટ્રોલ પંપના કર્મચારીઓએ પોતાનો બચાવ કરતાં કહ્યું કે, ભારે વરસાદને કારણે સ્ટોરેજ ટાંકીમાં પાણી લિક થવાને કારણે ડીઝલમાં પાણી મિક્સ થવાનું શક્ય છે. તેમ છતાં તંત્રે ગંભીરતા પૂર્વક કાર્યવાહી શરૂ કરી છે.

CMના કાર્યક્રમ પહેલા મોટી ચૂક

‘MP રાઈઝ 2025’ કોન્ક્લેવમાં મુખ્યમંત્રીની હાજરી પહેલા આવું કથિત વિસંગતિ સર્જાવું એક સુરક્ષાત્મક દ્રષ્ટિએ ગંભીર મામલો ગણાઈ રહ્યો છે. તાત્કાલિક ઉકેલ તરીકે વહીવટી તંત્રએ અન્ય વાહનોની વ્યવસ્થા કરી હતી, જેથી CMનો કાર્યક્રમ અસરગ્રસ્ત ન બને.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button