લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

ભાવનગર શહેરના જુદાં-જુદાં વિસ્તારોમાં મોડી રાત્રે અંધારપટ્ટ થતાં લોકો ત્રાહિમામ | People are suffering due to darkness in different areas of Bhavnagar city late at night

by

Thenewsdk

Updated: 03-06-2026, 07.30 AM

Follow us:

ભાવનગર શહેરના જુદાં-જુદાં વિસ્તારોમાં મોડી રાત્રે અંધારપટ્ટ થતાં લોકો ત્રાહિમામ | People are suffering due to darkness in different areas of Bhavnagar city late at night



કલાકોનો
વીજકાપ સહન કર્યાં પછી પણ પહેલા વરસાદમાં વીજળી ગૂલ

ભરતનગર, રિંગરોડ આસપાસની
સોસાયટી
, કરચલિયાપરા, પ્રભુદાસ તળાવ,
સિંધુનગર વિસ્તારમાં પાવરકટ થઈ જતાં રહીશોને હાલાકી

ભાવનગર – 
પ્રિ-મોનસૂન કામગીરીના નામે પીજીવીસીએલ શહેરના જુદાં-જુદાં
વિસ્તારોમાં કલાકોનો વીજકાપ ઝિંક્યા બાદ શહેરમાં ગત મોડી પડેલા વરસાદી ઝાપટાંએ
પીજીવીસીએલની પ્રિ-મોનસૂન કામગીરીની પોલ ખોલી દીધી છે. શહેરમાં પડેલા વરસાદથી
શહેરના જુદાં-જુદાં વિસ્તારોમાં ગત મોડીરાત્રે અડધી કલાકથી લઈને બે કલાક સુધી
વીજળી ગૂલ થતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા.

ચોમાસાની
ઋતુમાં લોકોને વીજ પુરવઠો નિયમિત મળી રહે તે માટે પીજીવીસીએલ દ્વારા ૧લી
જાન્યુઆરીથી ૩૧મી મે દરમિયાન પ્રિ-મોનસૂન કામગીરી હાથ ધરવામાં આવે છે. ભાવનગર
વર્તૂળ કચેરી હેઠળના કુલ ૭૭૬ ફીડરોમાં ગત પાંચ મહિના દરમિયાન પ્રિ-મોનસૂન
કામગીરીના ભાગરૃપે દરેક ફીડરમાં સરેરાશ પાંચ કલાકનો વીજકાપ આપવામાં આવ્યો હતો.
પરંતુ પીજીવીસીએલની પ્રિ-મોનસુન કામગીરી જાણે કાગળ પર થઈ હોય તેમ ગત મોડી રાત્રે
શહેરમાં ગાજવીજ સાથે પડેલા વરસાદી ઝાપટાંએ વીજતંત્રની પ્રિ-મોનસૂન કામગીરીની પોલ
ખોલી નાખી છે. વરસાદી ઝાપટાંના કારણે શહેરના ભરતનગર
, રિંગરોડની આંગી ટાઉનશીપ, આંગી હાઈટ્સ, માનસ પાર્ક, અખીલેશ
સર્કલ
, બાલયોગીનગર સહિતની સોસાયટીઓ, કરચલિયાપરા,
પ્રભુદાસ તળાવ, ૫૦ વારિયા, સિંધુનગર, સુભાષનગરના અમુક વિસ્તારોમાં અડધા કલાકથી
લઈને બે કલાક સુધી વીજળી ગૂલ થઈ હતી. ઉપરાંત સવારે પણ અમુક વિસ્તારમાં પાવરકટ થઈ
જતાં રહીશોને ખાસ કરીને વૃદ્ધો
, બાળકો અને દર્દીઓને ભારે
હાલાકી વેઠવી પડી હતી. તેમજ ફોલ્ટ સેન્ટરમાંથી પણ સંતોષકારક પ્રત્યુત્તર નહી મળતો
હોવાની રાવ ઉઠી હતી.

ફોલ્ટ
સેન્ટરમાં ૪૮ કલાકમાં ૬૪૯ ફરિયાદો આવી

પીજીવીસીએલના
ફોલ્ટ સેન્ટરમાં ૧ અને ૨ જૂન દરમિયાન પાવરકટ અને અન્ય મળી કુલ ૬૪૯ ફરિયાદો મળી
હતી. જે પૈકી ૪૬૬ ફરિયાદોનું નિવારણ લાવી દેવામાં આવ્યું હતું. બાકીની ૧૮૩
ફરિયાદોમાંથી ૯૯ ફરિયાદો લાઈટ નહી હોવાની અને ૮૪ અન્ય ફરિયાદો હતી.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤