વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીમાં એફવાયબીકોમની એન્ટ્રન્સ એકઝામ બાદ મેરિટ લિસ્ટ બહાર પાડવા માટે તૈયારીઓ શરુ થઈ છે.જોકે જીકાસ અને એમ.એસ.યુનિવર્સિટી પોર્ટલ એમ બે જગ્યાએ ફોર્મ ભરવાના કારણે આ પ્રક્રિયા સત્તાધીશો માટે માથાનો દુખાવો બની છે.
મળતી વિગતો પ્રમાણે પ્રવેશ પરીક્ષા આપનારા ૩૭૦૦ જેટલા વિદ્યાર્થીઓ એવા છે જેમણે જીકાસ નંબર દર્શાવ્યો નથી, જન્મ તારીખ જેવી જાણકારી બંને ફોર્મમાં અલગ અલગ દર્શાવી છે.આમ અધૂરી અને અપૂરતી જાણકારીના કારણે હવે આ વિદ્યાર્થીઓને ફોન કરવાનો વારો આવ્યો છે.
આજે ફેકલ્ટીના ૧૦૦ જેટલા અધ્યાપકોને વિદ્યાર્થીઓના પ્રવેશ ફોર્મ પરના સંપર્ક નંબરના આધારે ફોન કરીને સાચી જાણકારી એકત્રિત કરવાની જવાબદારી સોંપવાનો વારો આવ્યો હતો.અધ્યાપકોની હાલત કોલ સેન્ટરના એક્ઝિક્યુટિવ જેવી થઈ ગઈ હતી.ઉપરાંત ફેકલ્ટી સત્તાધીશો પાસે વડોદરા શહેર જિલ્લાના અને વડોદરા બહારના કેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે તેની જાણકારી પણ હજી આવી નથી.આ જાણકારી એટલા માટે મહત્વની છે કે, ૯૫ ટકા બેઠકો સ્થાનિક વિદ્યાર્થીઓ માટે અનામત રાખવાની છે.આ આંકડો મેળવવા માટે પણ સત્તાધીશો કવાયત કરી રહ્યા છે.
કોમર્સ ફેકલ્ટીને પ્રવેશ પરીક્ષામાંથી ૧૮ લાખની આવક
કોમર્સ ફેકલ્ટીમાં એફવાયની એન્ટ્રન્સ આપનારા દરેક વિદ્યાર્થી પાસેથી ૨૦૦ રુપિયા પરીક્ષા ફી લેવામાં આવી હતી.૯૦૦૦ કરતા વધારે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હોવાથી લગભગ ૧૮ લાખ રુપિયા જેટલી આવક ફેકલ્ટીને પરીક્ષામાંથી થઈ છે. વિદ્યાર્થીઓને ખંખેરીને ફેકલ્ટી સત્તાધીશો કમાણી કરી રહ્યા હોવાનો આરોપ પણ વિદ્યાર્થી સંગઠને લગાવ્યો છે.
આર્ટસમાં પ્રવેશની સાથે જ વિદ્યાર્થીઓની વિષય પસંદગી કરાવાશે
આર્ટસ ફેકલ્ટીમાં પણ જીકાસના ટાઈમ ટેબલ પ્રમાણે પ્રવેશનો પહેલો રાઉન્ડ તા.૨ થી ૬ જૂન દરમિયાન યોજાશે. પ્રવેશ મેળવવા માટે ક્વોલિફાય થયેલા વિદ્યાર્થીઓએ ઓફર લેટર તથા બીજા અસલ પ્રમાણપત્રો સાથે આર્ટસ ફેકલ્ટી ખાતે હાજર રહેવું પડશે અને તે જ સમયે ફી ભરવાની રહેશે. પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની ઈલેક્ટિવ વિષયો પસંદ કરવાની પ્રક્રિયા હાથ ધરાશે.વિદ્યાર્થીઓએ ફેકલ્ટી દ્વારા અપાયેલી સૂ ચનાઓને ધ્યાનમાં રાખવાની રહેશે.
સાયન્સમાં લેવાયેલી ત્રણ પ્રવેશ પરીક્ષાના પરિણામ જાહેર
સાયન્સ ફેકલ્ટીમાં ચાલતા બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન
સાયન્સમાં લેવાયેલી ત્રણ પ્રવેશ પરીક્ષાના પરિણામ જાહેર
સાયન્સ ફેકલ્ટીમાં ચાલતા બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન
કોર્સ, પાંચ વર્ષના ઈન્ટિગ્રેટેડ એમએસસી ઈન ડેટા સાયન્સ તથા પાંચ વર્ષના ઈન્ટિગ્રેટેડ એમએસસી ઈન સેલ એન્ડ મોલેક્યુલર બાયોલોજી કોર્સની પ્રવેશ પરીક્ષા લેવામાં આવી હતી.જેના પરિણામ યુનિવર્સિટીની વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યા છે તેમ સાયન્સ ફેકલ્ટી ડીનનું કહેવું છે.


Leave a Comment