લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

વિવિધ જિલ્લાઓમાંથી 37,500 ઉમેદવારો વડોદરા આવશે, આજે લોકરક્ષક પરીક્ષા માટે એક્સ્ટ્રા 100 બસો દોડાવાશે | 37 500 candidates from various districts will come to Vadodara for Lokrakshak exam today

by

Thenewsdk

Updated: 14-06-2026, 11.41 AM

Follow us:

વિવિધ જિલ્લાઓમાંથી 37,500 ઉમેદવારો વડોદરા આવશે, આજે લોકરક્ષક પરીક્ષા માટે એક્સ્ટ્રા 100 બસો દોડાવાશે | 37 500 candidates from various districts will come to Vadodara for Lokrakshak exam today



રાજ્યભરમાંથી લોકરક્ષક કેડરની સ્પર્ધાત્મક પરીક્ષા આપવા આવનારા ઉમેદવારોની સુવિધા માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસ.ટી.) દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરાયું છે.

આજે તા. 14 જૂને યોજાનારી પરીક્ષા દરમિયાન વડોદરા વિભાગ હેઠળ ઉમેદવારોને સમયસર મુસાફરીની સુવિધા મળી રહે તે માટે વધારાની બસ સેવાઓ ઉપલબ્ધ કરાશે.  અમદાવાદ, ભાવનગર, સુરત,  મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ અને મહીસાગર  સહિતના જિલ્લાઓમાંથી 37,500  ઉમેદવારો શહેરના વિવિધ પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષા આપવા આવશે.

આ માટે વડોદરા એસ.ટી. વિભાગ દ્વારા વધારાની 100 બસ ટ્રિપોનું આગોતરું આયોજન કરાયું છે. ઉત્તર ગુજરાત તરફ જતી બસો માટે અમિતનગર, દક્ષિણ ગુજરાત માટે મકરપુરા અને સૌરાષ્ટ્ર તરફ જતી બસો માટે નિઝામપુરા તથા સેન્ટ્રલ બસ સ્ટેશન પરથી વિવિધ રૂટનને સુવિધા  ઊભી કરાઈ છે. ઉમેદવારોની રજૂઆતોને ધ્યાનમાં રાખીને ઓનલાઈન એડવાન્સ ટિકિટ બુકિંગની  સુવિધા પણ ઉપલબ્ધ કરાઈ છે. એસ.ટી. નિગમ દ્વારા તમામ સ્ટોપેજ પર ઉમેદવારોને પ્રાથમિકતા આપીને  બસમાં પહેલા બેસવા દેવાની સૂચના આપી છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤