લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

ભાવનગરના સેન્ટ્રલ બાદ સ્ટેટ જીએસટીના અધિકારી સામે પીએમ ઓફિસમાં ફરિયાદ | Complaint filed in PM’s Office against State GST officer after Bhavnagar Central

by

Thenewsdk

Updated: 13-06-2026, 07.55 AM

Follow us:

ભાવનગરના સેન્ટ્રલ બાદ સ્ટેટ જીએસટીના અધિકારી સામે પીએમ ઓફિસમાં ફરિયાદ | Complaint filed in PM’s Office against State GST officer after Bhavnagar Central



ડેપ્યુટી
કમિશનર તથા તેના મળતિયા દ્વારા વ્યાપક ભ્રષ્ટાચારનો આક્ષેપ

વેપારીઓની
રિફંડની અરજીઓ મંજૂર કરાવવા બે ટકા સુધીનો તોડ કરી તથા અમરેલીના માનીતા અધિકારીને
ભાવનગરમાં ચાર્જ આપી ભ્રષ્ટાચાર આચર્યો

ભાવનગર – 
જીએસટીને લઈને વિવાદમાં રહેલા ભાવનગરમાં થોડાં દિવસો પૂર્વે
સેન્ટ્રલ જીએસટી અધિકારીઓ સામે ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે પીએમઓમાં રજૂઆત કરવામાં
આવી હતી. જે બાદ હવે સ્ટેટ જીએસટીના ઉચ્ચ અધિકારી અને તેમના મળતિયાઓ દ્વારા વ્યાપક
ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાની ફરિયાદ વડાપ્રધાન કાર્યાલયમાં થતાં ભારે ચકચાર
મચી છે.

ભાવનગરના
સેન્ટ્રલ જીએસટી વિભાગના અધિકારીઓ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ વડાપ્રધાન કાર્યાલયમાં
થોડાં દિવસો પૂર્વે શિપબ્રેકરો દ્વારા કરવામાં આવી હતી અને તેના આધારે વિજલન્સ
તપાસ પણ આવ્યા બાદ સેન્ટ્રલ જીએસટીના ઉચ્ચ અધિકારીઓની બદલી થઈ હતી. જે બાદ હવે
સ્ટેટ જીએસટીના ડેપ્યુટી કમિશનર અને તેના મળતિયાઓ દ્વારા વ્યાપક ભ્રષ્ટાચાર
આચરવામાં આવતો હોવાની ફરિયાદ વડાપ્રધાન કાર્યાલયમાં થઈ છે અને તેની એક કોપી
મુખ્યમંત્રી કાર્યાલયમાં પણ મોકલવામાં આવી છે. પીએમઓમાં કરેલી ફરિયાદ પ્રમાણે
ડેપ્યુટી કમિશનર તેના પતિ સાથે મળી વેપારીઓ સાથે તોડજોડ કરતા હોવાના તથા વેપારીઓના
રિફંડની અરજીઓ મંજૂર કરવા માટે તેમના ઈન્સ્પેક્ટર મારફત બે ટકા સુધીનો તોડજોડ કરી
રિફંડ મંજૂર કરવામાં આવતું હોવાના આક્ષેપ થયાં છે. તેમજ ભાવનગરમાં અધિકારી હોવા
છતાં અમરેલીના માનીતા અધિકારીને ઘટક-૭૫ તેમજ ૭૬માં વધારાનો ચાર્જ આપી મલાઈદાર
ઓડિટના કેસો
, સ્ક્રુટિની, સમન્સ, તેમજ
તપાસના કેસો માનીતા અધિકારીને આપી તોડ કરવામાં આવતો હોવાના
, તેમજ
આ બાબત જોઈન્ટ કમિશનર જાણતા હોવા છતાં મૌન હોવાના આક્ષેપ થયાં છે. હવે જોવું
રહ્યું કે
, શિપબ્રેકરોની સીજીએસટી અધિકારીઓ સામેની ફરિયાદમાં
જેમ તપાસ અને કાર્યવાહી કરવામાં આવી હતી તેમ હવે એ.ટી.રાઠોડ નામના જાગૃત નાગરિક
દ્વારા કરવામાં આવેલી ફરિયાદમાં ભાવનગર એસજીએસટી વિભાગમાં તપાસ અને કાર્યવાહી
કરવામાં આવે છે કે નહી.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤