મારું ગુજરાત

ધોરાજીમાં ગમખ્વાર અકસ્માત: પરિવારની બસ પલટી, 22 ઘાયલ – 4ની હાલત ગંભીર

by

Thenewsdk

Updated: 28-03-2026, 11.05 AM

Follow us:

Dhoraji bus accident : પ્રાપ્ત વિગતો અનુસાર, ફરેણી રોડ પર રહેતા એક જ જ્ઞાતિના લોકો પરિવારના મોભીના ‘ફૂલ’ (અસ્થિ) પધરાવવા માટે રાધનપુર પાસેના કુંવર ગામે ગાડી ભાડે કરીને ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે ધોરાજીની ડ્રીમ્સ સ્કૂલ પાસે અચાનક બસમાં ધડાકો થયો હતો.

ઈજાગ્રસ્ત મુસાફર કરનભાઈના જણાવ્યા મુજબ, “અમે ગાડીમાં બેઠા હતા ત્યારે મોટો ધડાકો થયો અને ડ્રાઈવર ગાડી પરથી કાબૂ ગુમાવી બેઠો. જોતજોતામાં બસ બે-ત્રણ પલટી ખાઈને રોડની સાઈડમાં આવેલા ઝાડોમાં ફસાઈ ગઈ હતી.”

22 ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા, 4ની હાલત નાજુક

અકસ્માત સર્જાતા જ બસમાં સવાર મહિલાઓ અને વૃદ્ધોની ચીસાચીસથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને તમામ 22 ઈજાગ્રસ્તોને ધોરાજીની સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યા હતા. હોસ્પિટલના તબીબોએ તાત્કાલિક સારવાર શરૂ કરી હતી, પરંતુ 4 મુસાફરોની હાલત ગંભીર જણાતા તેમને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે જૂનાગઢ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા છે.

પૂર્વ ધારાસભ્ય અને પોલીસ કાફલો ઘટનાસ્થળે

દુર્ઘટનાની જાણ થતાં જ ધોરાજી-ઉપલેટાના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે ઈજાગ્રસ્તોની સ્થિતિ જાણી ડોક્ટરો સાથે ચર્ચા કરી હતી. લલિત વસોયાએ જણાવ્યું કે, “ડ્રીમ્સ સ્કૂલ પાસે બસ પલટી જતાં 22 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. હોસ્પિટલનો સ્ટાફ પૂરતો હાજર છે અને ગંભીર ઈજાગ્રસ્તોને રિફર કરવામાં આવ્યા છે.

સામાજિક સંસ્થાઓના આગેવાનો પણ અહીં ખભેખભા મિલાવી સેવા કરી રહ્યા છે.” બીજી તરફ, એસ.પી. અને પી.આઈ. સહિતનો પોલીસ કાફલો પણ હોસ્પિટલ અને ઘટનાસ્થળે પહોંચ્યો હતો.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.