લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

ગાંધીનગર: સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની કેદ અને ₹1 લાખનો દંડ, કલોલ કોર્ટનો ચુકાદો | Kalol Court Sentences Victim to 20 Years in Minor Girl Assault Case

by

Thenewsdk

Updated: 18-06-2026, 06.59 PM

Follow us:

ગાંધીનગર: સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની કેદ અને ₹1 લાખનો દંડ, કલોલ કોર્ટનો ચુકાદો | Kalol Court Sentences Victim to 20 Years in Minor Girl Assault Case



Gandhinagar News: ગાંધીનગર જિલ્લાના કલોલની એડિશનલ સેસન્સ કોર્ટે સગીરા પર દુષ્કર્મ આચરવાના ગંભીર ગુનામાં મહત્ત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. આ સાથે જ કોર્ટે આરોપી પર એક લાખ રૂપિયાનો દંડ અને ભોગ બનનાર સગીરાને  5 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે.

લગ્નની લાલચ આપી શાળા પાસેથી સગીરાનું અપહરણ કર્યું હતું

મળતી માહિતી અનુસાર, મૂળ પાટણ જિલ્લાના રાધનપુરના બરોધન ગામનો અને હાલ કલોલના નારદીપુર ખાતે રહેતો આરોપી ભરત ઠાકોર વર્ષ 2025માં એક ગંભીર ગુનામાં સંડોવાયો હતો. 23 સપ્ટેમ્બર 2025 ના રોજ, આરોપીએ નારદીપુર ગામની પ્રાથમિક કન્યા શાળા નજીક સગીરાને લગ્નની લાલચ આપી, લલચાવી-ફોસલાવીને કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી ભગાડી ગયો હતો. આ અંગે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં 25મી સપ્ટેમ્બર 2025ના રોજ ભારતીય ન્યાય સંહિતા 2023ની વિવિધ કલમો તેમજ પોક્સો એક્ટની કલમ 4 અને 6 મુજબ ગુનો નોંધાયો હતો.

આ મામલે કલોલ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. પોલીસે ગણતરીના દિવસોમાં આરોપી અને સગીરાને શોધી કાઢ્યા હતા. તપાસમાં બહાર આવ્યું હતું કે આરોપી સગીરાને ચોટીલા ખાતે આવેલી એક બંધ હોટલમાં તેમજ ગૌશાળા નજીકના બગીચામાં લઈ ગયો હતો, જ્યાં તેણે સગીરા પર અવારનવાર શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી સમયમર્યાદામાં કોર્ટમાં મજબૂત ચાર્જશીટ રજૂ કરી હતી.

કલોલ સેસન્સ કોર્ટમાં સરકારી વકીલની દલીલો અને પોલીસના પુરાવાઓને ગ્રાહ્ય રાખીને કોર્ટે આરોપી ભરત ઠાકોરને તકસીરવાન ઠેરવી 20 વર્ષની જેલની સજા સંભળાવી છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤