લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

જીકાસના રજિસ્ટ્રેશન તો થાય છે પણ સાયન્સ માટે સીટો ભરાવવી મુશ્કેલ | Registrations for GCAS are happening but it is difficult to fill seats for science

by

Thenewsdk

Updated: 02-06-2026, 07.00 AM

Follow us:

જીકાસના રજિસ્ટ્રેશન તો થાય છે પણ સાયન્સ માટે સીટો ભરાવવી મુશ્કેલ | Registrations for GCAS are happening but it is difficult to fill seats for science



60
થી 70 ટકાવાળો વર્ગ મોટો નીટની ફેર પરીક્ષા પ્રવેશ પર અસર કરશે

ગૃપ-એ
હોય કે બી મેડિકલ અને એન્જિનીયરીંગ ક્ષેત્રે ચિત્ર સ્પષ્ટ થયા બાદ કોલેજોની સીટોનો
ઓપ્શન

ભાવનગર
–  ધો. 12 બાદ ગ્રેજ્યુએશન માટે જીકાસ દ્વારા
પ્રવેશ પ્રક્રિયા શરૃ કરાય છે. પરંતુ બોર્ડની પરીક્ષા અને એનટીએની પરીક્ષાઓ અને
તેના પરિણામ પર કોલેજના પ્રવેશની પ્રક્રિયા નિર્ભર રહે છે. ખાસ કરીને સાયન્સ
ફેકલ્ટીમાં ૬૦ થી ૭૦ ટકા વાળા વિદ્યાર્થીઓ એ કે બી ગૃપમાં પ્રવેશ ન મળે તો
બીએસસીનો ઓપ્શન પસંદ કરતા હોય ત્યારે સાયન્સ માટે જીકાસની પ્રક્રિયા લાંબી ચાલવાને
સંભવ છે. ધો.૧૨ ધો.૧૨ સા.પ્ર. અને વિ.પ્ર.નું બોર્ડનું પરિણામ જાહેર થયા બાદ તુર્ત
જ જીકાસ દ્વારા રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૃ કરી દેવાઇ છે અને મોટાભાગના
વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવી લીધુ છે. જેમાં બી.એ.
, બી.કોમ. માટે
કોલેજોમાં પ્રવેશ નિયત સમય મર્યાદામાં થવાને શક્ય છે. પરંતુ સાયન્સના બી ગુ્રપના
વિદ્યાર્થીઓ માટે લેવાતી નીટ પરીક્ષા ૨૧મીએ પુનઃ લેવાવાની છે જેનું પરિણામ પણ મોડુ
આવવાની સંભાવના હોય જેને લઇ કોલેજમાં એડમીશન કન્ફોર્મ કરાવવા વિદ્યાર્થીઓ અવઢમાં
રહેતા હોય છે. જ્યારે એ ગુ્રપ માટે જેઇઇ મેઇન્સની પરીક્ષા બાદ આજે એડવાન્સનું પણ
પરિણામ જાહેર થયું છે ત્યારે એ-૧ કેટેગરીના વિદ્યાર્થીઓ આઇ.આઇ.ટી. કે સારી
એન્જિનિચરીંગ કોલેજો પસંદ કરી લેશે. તો ૫૦ કે તેથી ઓછા ટકાવાળા વિદ્યાર્થી
ગ્રેજ્યુએશન માટે પ્રવેશ મેળવી લેશે. જ્યારે ૬૦ થી ૭૦ ટકા લાવનારી વિદ્યાર્થી વર્ગ
મોટો છે. જે કેન્દ્રીય પ્રવેશ પરીક્ષાઓના અને તેના મેરીટ પર નિર્ભર રહેતા હોય છે.
ત્યારે ગુ્રપ એ અને બીની પ્રવેશ પ્રક્રિયા લાંબી ચાલનાર હોય ત્યારે સ્વાભાવિક
જીકાસની પ્રવેશ પ્રક્રિયાનો ઓપ્શન છેલ્લો રહેતા ધો.૧૨ સાયન્સ માટે કદાચ દીવાળી પણ
આંબી જાય તો નવાઇ નહીં. આમ પ્રવેશ પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવવા રાજ્યની
પરીક્ષાઓ અને કેન્દ્રની પરીક્ષાઓ વચ્ચે સંકલન અને સમય બદ્ધતા પણ મહત્વની હોય યોગ્ય
આયોજન કરવું રહ્યું. અન્યથા મેડિકલ
, એન્જિનીયરીંગ પ્રવેશ
તેની રીતે અને જીકાસ પ્રવેશ મોડો થવાની સંભાવના ટાળી નહીં શકાય.

વ્યવસાયલક્ષી
પ્રવાહના દ્વાર ખુલતા કોલેજોની સીટો ખાલી રહેશે

  ધો.૧૨ બાદ વ્યવસાયલક્ષી કોર્ષમાં વિદ્યાર્થીનો ઝુકાવ
વધ્યો છે
, સામે
ગ્રેજ્યુએશન માટે કોલેજ
, યુનિવર્સિટીઓ પણ વધી છે ત્યારે
બી.એસસી. માટેની સીટો ખાલી રહેવાની પુરી સંભાવના છે. જ્યારે આ સીટો નહીં ભરાતા
ગ્રાન્ટેડ કે સરકારી કોલેજોમાં ફાઝલનો પ્રશ્ન ઉઠવાની શક્યતા નકારી શકાતી નથી. જે
પ્રશ્ન ગત વર્ષે પણ પ્રસાશન સમક્ષ આવ્યો હતો.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤