લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

અમદાવાદ : પાન પાર્લરમાંથી રૂ.60 હજારની પ્રતિબંધિત ઈ-સિગારેટ સાથે વેપારી પકડાયો | Ewe chon amömö a turufi ekkewe e sikaret mi pinepin

by

Thenewsdk

Updated: 13-06-2026, 11.16 PM

Follow us:

અમદાવાદ : પાન પાર્લરમાંથી રૂ.60 હજારની પ્રતિબંધિત ઈ-સિગારેટ સાથે વેપારી પકડાયો | Ewe chon amömö a turufi ekkewe e sikaret mi pinepin



અમદાવાદ,શનિવાર

શાહીબાગ વિસ્તારમાં પાનના પાર્લર પર ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડયો હતો અને વિદેશી બ્રાન્ડની પ્રતિબંધિત રૃા. 60 હજારની ઈ-સિગારેટના જથ્થા સાથે એક વેપારીને પકડયો હતો આરોપીની પૂછપરછમાં તે મુંબઇના શખ્સ પાસેથી કુરિયરમાં જુદી જુદી કંપનીની ઇ-સિગારેટ મંગાવતો અને વેચાણ કરતો હતો. આ બનાવ અંગે શાહીબાગ પોલીસે મુંબઇના શખ્સ સામે પણ ગુનો નોંધીને તેની શોધખોળ હાથ ધરી છે.

શાહીબાગ પોલીસે મુંબઇના શખ્સ સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી

ક્રાઈમ બ્રાન્ચના હે.કો. મોહંમદસાહીલે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં શાહીબાગમાં શનિદેવ મંદિર પાસે લાડલાપીરની ચાલી પાસે રહેતા ભગવતી પાને પાર્લરના માલિક તથા મુંબઇના મહંમદભાઇ સામે ફરિયાદ નોંધાવી છે કે તેઓએ ચોક્કસ બાતમી આધારે શાહીબાગમાં ભગવતી પાન પાર્લરમાં દરોડો પાડયો હતો. પાનના ગલ્લામાં તપાસ કરતા ત્યાં હાજર ગલ્લાના માલિકની અટકાયત કરવામાં આવી હતી. તેમજ  તપાસ કરતા તેમની પાસેથી જુદી-જુદી કંપનીની વિદેશી બનાવટની ઈ-સિગારેટ મળી આવી હતી.

આરોપી પાસે આ પ્રતિબંધિત વસ્તુઓ રાખવા કે વેચવા અંગેનું કોઈ પાસ કે પરમિટ નહોતું. પોલીસે અલગ-અલગ ફ્લેવરની કુલ 30 નંગ રૃા. 60 હજારના ઈ-સિગારેટનો જથ્થા સહિત કુલ રૃા. 62 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપીની પરાગની પૂછપરછ કરતા આથક ફાયદા માટે ઈ-સિગારેટનો જથ્થો મુંબઇના આરોપી પાસેથી કુરિયર દ્વારા મંગાવતો હતો અને છૂટક વેચાણ કરતો હતો.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤