![]()
Hardik Pandya to KKR? : આઈપીએલ 2026 (IPL 2026) માં મુંબઈ ઈન્ડિયન્સ (MI) ના કંગાળ પ્રદર્શન બાદ કેપ્ટન હાર્દિક પંડ્યા ભવિષ્યમાં કઈ ટીમ તરફથી રમશે તેને લઈને ક્રિકેટ જગતમાં અટકળો તેજ થઈ ગઈ છે. ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વૉને હાર્દિક પંડ્યા અને કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) વચ્ચે એક મોટી ટ્રેડ ડીલ (અદલાબદલી) નો અનોખો આઇડિયા આપ્યો છે.
મુંબઈ ઇન્ડિયન્સમાં હાર્દિક પંડ્યાની ખરાબ સફર
હાર્દિક પંડ્યા વર્ષ 2024 માં જ્યારે ગુજરાત ટાઇટન્સ (GT) ની કેપ્ટનશીપ છોડીને બીજી વખત મુંબઈ ઇન્ડિયન્સ (MI) સાથે જોડાયો, ત્યારે ફેન્સને મોટી આશા હતી. જો કે, ત્યારથી લઈને અત્યાર સુધી (છેલ્લા 3 સીઝનમાં) મુંબઈ ઇન્ડિયન્સની ટીમ માત્ર એક જ વાર પ્લેઓફમાં પહોંચી શકી છે, જ્યારે બે વખત પોઈન્ટ ટેબલમાં સૌથી છેલ્લે રહી છે. ચાલુ આઈપીએલ 2026 માં પણ મુંબઈનું પ્રદર્શન અત્યંત ખરાબ રહ્યું છે, જેના કારણે હવે હાર્દિકને કેપ્ટનશીપ પરથી હટાવવા માટે જ નહીં, પરંતુ ટીમમાંથી જ રિલીઝ કરવાની માંગ જોર પકડી રહી છે.
માઇકલ વૉનનો ચોંકાવનારો ‘સ્વેપ ડીલ’ પ્લાન
આ વિવાદ વચ્ચે પ્રખ્યાત ક્રિકેટ વેબસાઈટ સાથે વાતચીત કરતી વખતે ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વૉને હાર્દિક પંડ્યા અંગે પૂછાયેલા પ્રશ્ન પર સીધું જ કહી દીધું કે, “તેને રિલીઝ કરી દો.” પરંતુ ત્યારબાદ તેમણે એક ખૂબ જ રસપ્રદ સોદો સૂચવ્યો હતો. વૉને કહ્યું કે, મુંબઈ ઇન્ડિયન્સે હાર્દિક પંડ્યાના બદલામાં કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) ના 25.20 કરોડના મોંઘા ખેલાડી કેમેરુન ગ્રીન સાથે ટ્રેડ (અદલાબદલી) કરી લેવો જોઈએ.
બંને ટીમોને કેવી રીતે થશે ફાયદો?
ક્રિકેટ વિશ્લેષકોના મતે હાર્દિક પંડ્યા અને કેમરુન ગ્રીન બંને એક જ પ્રોફાઇલ (ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર) ના ખેલાડીઓ છે. જો આ સ્વેપ ડીલ થાય છે તો…
KKR ને ફાયદો: કોલકાતા નાઇટ રાઇડર્સને હાર્દિક પંડ્યાના રૂપમાં એક નવો, અનુભવી અને ભારતીય કેપ્ટન મળી જશે.
MI ને ફાયદો: કેમરુન ગ્રીન મુંબઈમાં પાછો આવવાથી ટીમની બેટિંગ અને બોલિંગ બંને મજબૂત થશે અને ટીમને જૂનું સંતુલન પાછું મળશે.
“ગુજરાત છોડવાનો નિર્ણય સમજાતો નથી”
માઇકલ વૉને વધુમાં ઉમેર્યું કે, હાર્દિકે જ્યારે ગુજરાત ટાઇટન્સને સતત બે વાર ફાઇનલમાં પહોંચાડીને એક વાર ટાઇટલ જીતાડ્યું હતું, ત્યારે તે સફળ ફ્રેન્ચાઇઝી છોડીને મુંબઈ કેમ આવ્યો તે લોજિક તેમને ક્યારેય સમજાયું નથી. વૉને કટાક્ષ કરતા કહ્યું કે, “મેં ઘણું જોઈ લીધું છે. મુંબઈ ઇન્ડિયન્સના કિચનમાં અત્યારે ઘણા બધા ‘શેફ’ (ઘણા બધા સ્ટાર ખેલાડીઓ અને લીડર્સ) ભેગા થઈ ગયા છે. જો હાર્દિકે કેપ્ટન તરીકે જ રહેવું હોય, તો તેણે એવી નવી ટીમમાં જવું જોઈએ જેને કેપ્ટનની જરૂર હોય, જેમ કે KKR.”



Leave a Comment