લોડ થઈ રહ્યું છે...
--:--:--

IPL 2026સ્પોર્ટ્સ

VIDEO : વૈભવ સૂર્યવંશી સાથે બાખડવું ભારે પડ્યું: શ્રીલંકાના ખેલાડીઓ સામે લેવાયા કડક પગલાં | Sri Lanka Cricketers Penalized After Heated Clash With Vaibhav Suryavanshi

by

Thenewsdk

Updated: 16-06-2026, 09.43 PM

Follow us:

VIDEO : વૈભવ સૂર્યવંશી સાથે બાખડવું ભારે પડ્યું: શ્રીલંકાના ખેલાડીઓ સામે લેવાયા કડક પગલાં | Sri Lanka Cricketers Penalized After Heated Clash With Vaibhav Suryavanshi



photo 1781626386446

Sri Lanka A Vs India A Cricket Match Controversy : દાંબુલામાં 15 જૂનના રોજ રમાયેલી ઈન્ડિયા-A અને શ્રીલંકા-A વચ્ચેની મેચ બાદ થયેલા વિવાદની અસર હવે ખેલાડીઓ પર પણ જોવા મળી છે. મેચ પૂરી થયા પછી ભારતીય બેટ્સમેન વૈભવ સૂર્યવંશી અને શ્રીલંકાના કેટલાક ખેલાડીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ધક્કામુક્કી થઈ હતી. આ મામલામાં શ્રીલંકા ક્રિકેટે શિસ્તભંગની કડક કાર્યવાહી કરી છે.

વિશેન હલમ્બગે સહિતના ખેલાડીઓ દંડાયા

ક્રિકબઝના અહેવાલ અનુસાર, શ્રીલંકા ક્રિકેટે મેચ પછી થયેલા વિવાદમાં સામેલ ખેલાડીઓને સજા ફટકારી છે. આ ખેલાડીઓમાં શ્રીલંકાના વિશેન હલમ્બગે (Vishen Halambage)નું નામ પણ સામેલ છે. આ એ જ ખેલાડી છે જેની સાથે વૈભવ સૂર્યવંશી (Vaibhav Suryavanshi)ની તકરાર થઈ હતી અને વિવાદ વધતા બંને ખેલાડીઓ વચ્ચે ધક્કામુક્કી જેવી સ્થિતિ સર્જાઈ હતી.

મેચ ફીમાં કરવામાં આવી કટોતી

જો કે, શ્રીલંકા ક્રિકેટે હજુ સુધી સત્તાવાર રીતે એ સ્પષ્ટ નથી કહ્યું કે, કયા ખેલાડીને કેટલી સજા આપવામાં આવી છે. રિપોર્ટમાં દાવો કરાયો છે કે, ઝઘડામાં સામેલ ખેલાડીઓની મેચ ફીમાં કટોતી કરવામાં આવી છે, પરંતુ દંડની પૂરેપૂરી વિગતો સત્તાવાર રીતે જાહેર થઈ નથી.

આ પણ વાંચો : NEET બાદ હવે UPSC પેપર લીકની આશંકા, કોચિંગ ક્લાસના મટીરિયલમાંથી સવાલો પૂછાયા હોવાનો આરોપ

મેચ રેફરીના રિવ્યૂ બાદ એક્શન

આ રોમાંચક મુકાબલામાં મેચ રેફરીની જવાબદારી પ્રદીપ જયપ્રગાશ પાસે હતી. તેમના સ્તર પર સમગ્ર મામલાનો રિવ્યૂ કર્યા બાદ આ કાર્યવાહી કરાઈ છે. હાલમાં એ સ્પષ્ટ નથી કે, આ ઘટનાને લઈને ભારતીય ખેલાડીઓ સામે કોઈ પગલાં લેવાયા છે કે નહીં.

બચાવ કરનારા ડિકવેલા સામે પણ કાર્યવાહી

રિપોર્ટમાં એક અન્ય માહિતી પણ સામે આવી છે. શ્રીલંકાના અનુભવી વિકેટકીપર બેટ્સમેન નિરોશન ડિકવેલા સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. જો કે, ડિકવેલા આ વિવાદમાં વચ્ચે પડીને બચાવ કરી રહ્યો હતો અને તેણે વૈભવ તથા હલમ્બગેને અલગ કરીને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો.

વધુ પડતી અપીલ કરવાનું નુકસાન

અહેવાલો મુજબ, ડિકવેલા સામે સૂર્યવંશી-હલમ્બગે વિવાદના કારણે નહીં, પરંતુ મેચ દરમિયાન જરૂરિયાત કરતાં વધુ અપીલ કરવાના કારણે શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી છે. આ જ કારણોસર તેણે પણ દંડનો સામનો કરવો પડ્યો છે. અહીં યાદ અપાવી દઈએ કે ભારત અને શ્રીલંકા વચ્ચેનો આ મુકાબલો સુપર ઓવર સુધી પહોંચ્યો હતો અને રોમાંચક અંત બાદ ખેલાડીઓ વચ્ચે તણાવ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો : ‘ક્લાઈમેટ ચેન્જ માટે પુરુષો જવાબદાર છે…’ દિયા મિર્ઝાના નિવેદનથી સોશિયલ મીડિયા પર ભારે હોબાળો!





Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤