આગામી 5 દિવસ ગાજવીજ સાથે વરસાદ વરસશે,

રાજ્યમાં આજથી 11 જૂન સુધી હવામાન વિભાગે વરસાદ ની આગાહી કરી છે. આગામી 4 થી 5 દિવસ કેટલાક સ્થળોએ છુટોછવાયો વરસાદ વરસવાની આગાહી કરી છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ, પવન સાથે વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદના એંધાણ છે. સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં પણ વરસાદની શક્યતા છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદી ઝાપટાં પડશે.
બીજી બાજુ આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ 42 ડિગ્રી રહેવાની શક્યતા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 12 જૂન પહેલા આકરી ગરમીની આગાહી કરી છે. તેમના મતે અનેક સિસ્ટમ ઊભી થવાનાં કારણે ગરમીની સાથે વરસાદ પડશે. લોકોએ હવે ઘરની બહાર નીકળતા છત્રી અને રેઈનકોટ લઈને નીકળવું.
આજે અને 8 જૂને રોજ અરવલ્લી, ખેડા, આણંદ, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી જિલ્લામાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે.
ગુજરાત રાજ્યમાં છેલ્લા એક મહિનાથી વરસાદી વાતાવરણ રહ્યું છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડ્યો છે અને હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી છે. આજે ઉત્તર અને દક્ષિણ વિસ્તારોના ઘણા જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. IMDના જણાવ્યા અનુસાર, આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ સહિત ઘણા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.