YouTube view scam : બ્રાઝિલના રિયો ડિ જેનેરોના મકાએમાં 3 ડિસેમ્બર 2025ના રોજ અધિકારીઓએ એક ગેરકાયદેસર ઓપરેશનનો ખુલાસો કર્યો છે, જેનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. અહીં સેંકડો ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો, જેના દ્વારા યૂટ્યુબ મ્યુઝિક વીડિયોના વ્યૂઝ કૃત્રિમ રીતે વધારવામાં આવી રહ્યા હતા.
આ સમગ્ર સેટઅપ આ રીતે તૈયાર કરાયું હતું કે, પ્લેટફોર્મના અલ્ગોરિધમને ગૂંચવણમાં મૂકવામાં આવે અને વીડિયો વધારે લોકપ્રિય દેખાય. જાણવામાં આવી રહ્યું છે કે આ ઉપકરણો દ્વારા એક જ કન્ટેન્ટને વારંવાર પ્લે કરાવવામાં આવતું હતું, જેના કારણે વ્યૂઝ કાઉન્ટ ઝડપી રીતે વધતા હતા.
આવા ફેક વ્યૂઝ્સ ફક્ત કન્ટેન્ટની વાસ્તવિક લોકપ્રિયતા ખોટી રીતે પ્રદર્શિત કરતા નથી, પરંતુ ડિજિટલ ઇકોસિસ્ટમની વિશ્વસનીયતા પર પણ પ્રશ્ન ઊભો કરે છે.
વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાઇરલ
આ દરમિયાન, આવા કૌભાંડ સાથે જોડાયેલો એક વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે, કઈ રીતે ઘણા ઉપકરણોને એક સાથે જોડીને સતત વીડિયો ચલાવવામાં આવે છે. આ દ્રશ્ય જોઈને લોકો આશ્ચર્યચકિત થયા છે અને સમજવા લાગ્યા છે કે ઓનલાઈન વ્યૂઝ અને ટ્રેન્ડ્સ પાછળ હકીકતમાં શું રમત ચાલે છે.


Leave a Comment