ગુજરાતમાં 48 કલાકમાં ત્રણ ડિગ્રી સુધી તાપમાન ઘટશે, ઉનાળા માટે IMD એ શું કરી આગાહી?
ગુજરાતમાં અત્યારે સવારે ઠંડી અને બપોરે ગરમી પડી રહી છે. આવી સ્થિતિમાં હવામાન વિભાગે આગામી 48 કલાક બાદ તાપમાન બેથી ત્રણ ડિગ્રી સુધી ઘટે તેવી સેવી છે.

ગુજરાતમાં અત્યારે બેવડી ઋતુ ચાલી રહી છે. ઉનાળો હજી આવું આવું કરી રહ્યો છે અને ઠંડી જવાની તૈયારી કરી રહી છે. એક બે દિવસ ઠંડી ઘટે છે તો પાછી ઠંડી વધે છે. ગુજરાતમાં અત્યારે સવારે ઠંડી અને બપોરે ગરમી પડી રહી છે. આવી સ્થિતિમાં હવામાન વિભાગે આગામી 48 કલાક બાદ તાપમાન બેથી ત્રણ ડિગ્રી સુધી ઘટે તેવી સેવી છે.
નલિયામાં ત્રણ ડિગ્રી તાપમાન ઉચકાયું
હવામાન વિભાગ દ્વારા જાહેર કરેલા આંકડા તાપમાનના આંકડા પ્રમાણે ગુજરાતમાં 17.3 ડિગ્રીથી લઈને 23.2 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. નલિયામાં ત્રણ ડિગ્રી વધીને 19 ડિગ્રી લઘુતમ તાપમાન પહોંચ્યું હતું. જ્યારે ઓખામાં 23.2 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. ડિસામાં 20.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
અમદાવાદમાં તાપમાન 21 ડિગ્રી પારગુ
જરાતમાં બેવડી ઋતુ વચ્ચે અમદાવાદમાં તાપમાનમાં વધારો નોંધાયો હતો. અમદાવાદમાં તાપમાન વધીને 21.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે ગાંધીનગરમાં 21.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. જ્યારે વડોદરામાં 21.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.