GUJARAT

લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો: જાનૈયાઓ ભરેલી બસ પલટતા એકનું મોત, 20 ઈજાગ્રસ્ત

હવેલીમાં જાનૈયાઓ ભરેલી બસે પલટી મારી હતી જેમાં એક મહિલાનું ઘટના સ્થળે મોત થયું છે,તો અન્ય 20 જાનૈયાઓ ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે,દૂધની ગામે ઉપલામેઢા ટર્નિંગ પાસે આ બનાવ બન્યો હોવાની વાત સામે આવી છે,બસ જાન લઈને કરચોન ગામે જઈ રહી હતી અને ટર્નિગ પર ટન લેતી વખતે પલટી મારી ગઈ હતી.

બસમાં જાનૈયાઓ જાન લઈને વરરાજાને પરણાવા માટે જઈ રહ્યાં હતા તે દરમિયાન અચાનક ઢાળ વાળી જગ્યાએ બસના ડ્રાઈવરે ટર્ન લીધો અને બસ અચાનક રોડ પરથી સરકી અને પલટી મારી ગઈ હતી,

ત્યારે આ ઘટનામાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડાયા હતા અને બસના તમામ કાચ પણ તૂટી ગયા હતા.દાદરા નગર હવેલીના ખાનવેલથી દૂધની તરફ જતો રસ્તા પર આ અકસ્માત થયો હતો.પોલીસે ઘટના સ્થળે જઈ વધુ તપાસ હાથધરી છે.

પોરબંદરથી જૂનાગઢ જતી ખાનગી બસે સામેથી આવતી રિક્ષામાં સવાર પિતા-પુત્રને બચાવવા જતાં પલટી ખાઈ ગઈ હતી.અકસ્માતને કારણે માર્ગ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક નિયમન કરી વાહનવ્યવહાર પુન: શરૂ કરાવ્યો હતો.કસ્માતમાં બસમાં સવાર 15થી વધુ મુસાફરોને નાની-મોટી ઈજાઓ થઈ હતી. તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે કુતિયાણા અને માણાવદર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button