આજે ગુજકેટ-2025 પરીક્ષાનું પરિણામ જાહેર: સાયન્સમાં 92.91 ટકાવારી સાથે મોરબી મોખરે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (જીએસઈબી), ગાંધીનગરની માર્ચ મહિનામાં લેવામાં આવેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, ગુજકેટ-2025 પરીક્ષાનું (GUJCET-2025 Results) પરિણામ આજે એટલે કે, 5મે સોમવારે જાહેર કરાયું છે. ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર સવારે 10:30 કલાકે આ પરિણામ મુકાયું હતું. પરિણામની કાગડોળે રાહ જોઈને બેઠેલા વિદ્યાર્થીઓ પરિણામ જોતા જ ખુશખુશાલ થયા હતા. ધાર્યા કરતાં વધારે સારું પરિણામ આવતા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ ગરબે ઘૂમ્યાં હતાં ને એકબીજાનું મોં મીઠું કરાવી ઉજવણી કરી હતી.ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવશે.
આ રીતે જોઇ શકાશે પરિણામ
સૌથી પહેલાં GSEBની ઓફિશિયલ વેબસાઈટ www.gseb.org પર જાવ.
હોમપેજ પર HSC Result 2025 લખેલું દેખાશે તે લિંક પર ક્લિક કરો. હવે તમને રિઝલ્ટ લોગઈનનું પેજ જોવા મળશે.
હવે તમારો સીટ નંબર એન્ટર કરો. તમારા એડમિટ કાર્ડ પર જે રીતે સીટ નંબર લખ્યો હોય તે એન્ટર કરો.
ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરો.
તમારા દરેક વિષયના માર્ક અને ઓવરઓલ સ્કોર જોવા મળશે. તમે તમારા રિઝલ્ટને ડાઉનલોડ કરીને તેની પ્રિન્ટ આઉટ કઢાવી શકશો. ત્યાર બાદ તમને શાળામાંથી સત્તાવાર માર્કશીટ આપવામાં આવશે.
વોટ્સએપ દ્વારા GSEB રીઝલ્ટ 2025 ચેક કરવાના સ્ટેપ્સ
વિદ્યાર્થીઓ વોટ્સએપ દ્વારા સીધા તેમના ફોન પર પણ પોતાનું રીઝલ્ટ મેળવી શકશે. વિદ્યાર્થીઓ તેમના GSEB રીઝલ્ટ 2025 WhatsApp દ્વારા 6357300971 પર તેમનો સીટ નંબર મોકલીને મેળવી શકે છે.