Anganwadi : નવી માર્ગદર્શિકા અનુસાર આંગણવાડી બહેનોને શાળા, કોલેજો, એસટી સ્ટેશન, રેલવે સ્ટેશન, ધાર્મિક સ્થળો, બગીચા અને અન્ય જાહેર સ્થળોની આસપાસ ફરી રહેલા કૂતરાઓની ગણતરી કરવાની રહેશે. આ માહિતી એકત્ર કરીને તાલુકા સ્તરે પશુચિકિત્સા અધિકારીને સોંપવાની રહેશે. સરકારનો મત છે કે આ અભિયાન દ્વારા રખડતાં કૂતરાની સાચી સંખ્યા જાણી શકાશે અને યોગ્ય આયોજન કરી શકાયશે.
જોકે, આ કામ સોંપવાના નિર્ણયથી આંગણવાડી બહેનોમાં ભારે અસંતોષ ફેલાયો છે. તેમનું કહેવું છે કે વર્ષોથી તેઓ પગાર વધારાની માંગ કરી રહ્યા છે, પરંતુ તેના બદલે તેમને સતત નવી જવાબદારીઓ સોંપવામાં આવી રહી છે. અગાઉ પણ રખડતાં કૂતરાની ગણતરી માટે તલાટી અને શિક્ષકોને જવાબદારી આપવામાં આવી હતી, પરંતુ વિરોધને કારણે સરકારને તે નિર્ણય પાછો ખેંચવો પડ્યો હતો. હવે આ કામ આંગણવાડી બહેનોને સોંપાતા ફરી વિરોધના સ્વર ઉઠ્યા છે.


Leave a Comment