Delhi bus accident news : રાજધાની દિલ્હીના કરોલ બાગ વિસ્તારમાં આવેલા ઝંડેવાલાન મંદિરની નજીક રાત્રીના સમયે એક બસ અનિયંત્રિત થઈ પલટી ગઈ હતી. અકસ્માતમાં બે મુસાફરોનાં મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા.
પોલીસના જણાવ્યા મુજબ આ દુર્ઘટના કરોલ બાગના હનુમાન મંદિર ચોકની નજીક બની હતી. ફાયર વિભાગને રાત્રે 1:08 વાગ્યે બસ પલટી જવાની જાણ કરવામાં આવી હતી. જાણ થતાં જ પોલીસ અને ફાયર વિભાગની ટીમોએ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કાર્ય શરૂ કર્યું.
બસમાં 25 મુસાફરો સવાર હતા
જાણકારી અનુસાર બસ રાજસ્થાનથી દિલ્હીમાં આવી રહી હતી અને તેમાં લગભગ 25 મુસાફરો હતા. અચાનક ડ્રાઈવરનું વાહન પર કાબૂ ખોવાયુ, જેના કારણે બસ રસ્તા પર જ પલટી ગઈ. અકસ્માત બાદ સ્થળ પર હાહાકાર મચી ગયો હતો.
ઘટનામાં ઘાયલ મુસાફરોને તાત્કાલિક નજીકના હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે, જ્યાં સારવાર દરમિયાન બે લોકોના મોત થયા હતા. અન્ય ઘાયલોની સારવાર ચાલુ છે.


Leave a Comment