લોડ થઈ રહ્યું છે...
--:--:--

દેશ-વિદેશ

ભારતની સૈન્ય તાકાત વધશે: અમેરિકાએ ₹4,000 કરોડના ડિફેન્સ સપોર્ટ પેકેજને આપી મંજૂરી | US Approves 4000 Crore Defence Support Package For India Apache And M777

by

Thenewsdk

Updated: 22-06-2026, 05.42 PM

Follow us:

ભારતની સૈન્ય તાકાત વધશે: અમેરિકાએ ₹4,000 કરોડના ડિફેન્સ સપોર્ટ પેકેજને આપી મંજૂરી | US Approves 4000 Crore Defence Support Package For India Apache And M777


US Approves 4000 Crore Defence Support Package : ભારતીય સેનાના અપાચે હેલિકોપ્ટર અને M777 અલ્ટ્રા-લાઈટ હોવિત્ઝર તોપો માટે અમેરિકાએ 48.22 કરોડ ડોલર (આશરે ₹4,000 કરોડ)ના લોજિસ્ટિક્સ અને મેન્ટેનન્સ સપોર્ટ પેકેજને સત્તાવાર મંજૂરી આપી દીધી છે. અમેરિકી સંરક્ષણ વિભાગના જણાવ્યા અનુસાર, આ મંજૂરીથી ભારતીય સશસ્ત્ર દળોની ઓપરેશનલ તૈયારીઓ અને ક્ષમતા વધુ મજબૂત બનશે.

M777 હોવિત્ઝર સપોર્ટ: આ તોપોના લાંબા ગાળાના મેન્ટેનન્સ અને ટેકનિકલ સપોર્ટ માટે આશરે 23 કરોડ ડોલર ફાળવાશે, જેની મુખ્ય જવાબદારી BAE સિસ્ટમ્સ સંભાળશે. આ તોપો ખાસ કરીને ઊંચાઈવાળા પહાડી વિસ્તારોમાં તૈનાત છે.

અપાચે હેલિકોપ્ટર સપોર્ટ: AH-64E અપાચે એટેક હેલિકોપ્ટરના સ્પેર પાર્ટ્સ, એન્જિનિયરિંગ અને ટ્રેનિંગ સપોર્ટ માટે 19.82 કરોડ ડોલરનો ખર્ચ કરાશે. આ પ્રોગ્રામ માટે અમેરિકી કંપની બોઇંગ અને લોકહીડ માર્ટિન મુખ્ય કોન્ટ્રાક્ટર રહેશે.

આ પણ વાંચો : ચીન સરહદે ભારતની તાકાત વધશે : બંગાળ સરકારે એરફોર્સના બે મહત્ત્વના બેઝને આપી 25 એકર જમીન

અમેરિકી સંરક્ષણ વિભાગે જણાવ્યું છે કે, આ પ્રસ્તાવિત વેચાણ અમેરિકાની વિદેશ નીતિ અને રાષ્ટ્રીય સુરક્ષાના ઉદ્દેશ્યોને અનુરૂપ છે, અને તેનાથી ભારત સાથેની વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત થશે, જે પ્રાદેશિક જોખમોને રોકવામાં મદદ કરશે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤