લોડ થઈ રહ્યું છે...
--:--:--

દેશ-વિદેશ

1 લાખ સરકારી નોકરી, 20% DA વધારો, મહિલાઓને 33% અનામત: શુભેન્દુ સરકારના બજેટમાં જાહેરાત | West Bengal Budget 2026: Suvendu Government Announces 1 Lakh Jobs

by

Thenewsdk

Updated: 22-06-2026, 01.41 PM

Follow us:

1 લાખ સરકારી નોકરી, 20% DA વધારો, મહિલાઓને 33% અનામત: શુભેન્દુ સરકારના બજેટમાં જાહેરાત | West Bengal Budget 2026: Suvendu Government Announces 1 Lakh Jobs



West Bengal Budget News : પશ્ચિમ બંગાળની શુભેન્દુ સરકારે વર્ષ 2026 માટે યુવાનો, મહિલાઓ, સરકારી કર્મચારીઓ અને આર્થિક રીતે નબળા વર્ગોને કેન્દ્રમાં રાખીને એક અત્યંત મહત્ત્વાકાંક્ષી અને વિકાસલક્ષી બજેટ રજૂ કર્યું છે. ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ અને સામાજિક કલ્યાણના સંકલ્પ સાથે રજૂ કરાયેલા આ બજેટમાં રોજગારી અને ભથ્થાઓને લઈને અનેક ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા છે.

રોજગાર અને સરકારી ભરતી: 1 લાખ નોકરીઓની જાહેરાત

યુવાનો માટે રોજગારીની તકો ઊભી કરવા બજેટમાં સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે:

વિભાગીય ભરતી: રાજ્યના વિવિધ વિભાગોમાં કુલ 1 લાખ નવી સરકારી નોકરીઓ આપવામાં આવશે. જેમાંથી 50000 પદો શિક્ષકો અને શૈક્ષણિક સ્ટાફ માટે તથા 20000 પદો પોલીસ વિભાગમાં ભરવામાં આવશે.

મહિલા અનામત: આ તમામ સરકારી ભરતીઓમાં મહિલાઓ માટે 33% અનામતની જોગવાઈ કરવામાં આવી છે.

અગ્નિવીરોને પ્રાધાન્ય: લાયકાત મુજબ 20 % પદો અગ્નિવીરો માટે અનામત રહેશે. આ ઉપરાંત સરકારી નોકરીઓમાં ઉપલી વય મર્યાદામાં 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે, જે આગામી 2 વર્ષ સુધી લાગુ રહેશે.

સરકારી કર્મચારીઓ અને શ્રમિકોના ભથ્થામાં મોટો વધારો

મોંઘવારી ભથ્થું (DA) 20% વધ્યું: સરકારી કર્મચારીઓ માટે ડીએમાં 20% નો તોતિંગ વધારો જાહેર કરાયો છે, જે 1 ઑક્ટોબર 2026 થી લાગુ થશે. આ વધારા સાથે કુલ ડીએ 38% થઈ જશે, જેનાથી કેન્દ્રીય અને રાજ્યના કર્મચારીઓ વચ્ચેનો તફાવત 22% જેટલો ઘટી જશે.

આશા વર્કર્સ: આશા કાર્યકર્તાઓના માસિક માનદ વેતનમાં 5000 રૂપિયાનો વધારો કરાયો છે.

પોલીસ અને વોલન્ટિયર્સ: સિવિક વોલન્ટિયર્સ, વિલેજ પોલીસ, ગ્રીન પોલીસ અને હોમગાર્ડના વેતનમાં દર મહિને 2000 રૂપિયાનો વધારો કરાયો છે. જ્યારે કોન્ટ્રાક્ટ ડ્રાઇવરોનો પગાર વધારીને 16000 રૂપિયા કરવામાં આવશે.

પેન્શનમાં વધારો: વૃદ્ધો, વિધવાઓ અને દિવ્યાંગોના માસિક ભથ્થામાં 500 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

યુવાનો માટે ‘ભરોસા’ બેરોજગારી ભથ્થું અને મફત કોચિંગ

‘ભરોસા’ યોજના: 21થી 45 વર્ષના શિક્ષિત બેરોજગાર યુવાનો માટે ઑક્ટોબર મહિનાથી ‘ભરોસા’ યોજના શરૂ થશે. 1 લાખ રૂપિયાથી ઓછી વાર્ષિક આવક ધરાવતા પરિવારોના સ્નાતક (ગ્રેજ્યુએટ) બેરોજગારોને ₹3000  અને અન્ય લાયક બેરોજગારોને ₹2000 માસિક ભથ્થું મળશે.

ફ્રી કોચિંગ સેન્ટર્સ: સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ માટે રાજ્યના દરેક જિલ્લામાં મફત કોચિંગ સેન્ટર ખોલવામાં આવશે.

શિક્ષણ ક્ષેત્ર: ઝાડગ્રામ અને બાંકુડામાં બે સેન્ટ્રલ યુનિવર્સિટી (જેમાં ઝાડગ્રામમાં ટ્રાઇબલ યુનિવર્સિટી સામેલ છે) સ્થાપવામાં આવશે. આદર્શ શાળાઓ માટે ₹2100 કરોડ અને સંસ્કૃત કૉલેજ તેમજ ભાષાના પ્રચાર માટે ₹50 કરોડ ફાળવાયા છે.

મહિલાઓ માટે ફ્રી બસ સેવા અને અન્નપૂર્ણા યોજના

પિંક કાર્ડ (Pink Card): મહિલાઓને મફત બસ પ્રવાસની સુવિધા આપવા માટે બજેટમાં ₹550 કરોડની ફાળવણી કરવામાં આવી છે, જેના માટે ટૂંક સમયમાં ‘પિંક કાર્ડ’ જાહેર કરાશે.

અન્નપૂર્ણા યોજના: ગરીબોને પોષણ ક્ષમ આહાર પૂરો પાડવા માટે આ યોજના હેઠળ ₹36000 કરોડનું માતબર બજેટ ફાળવવામાં આવ્યું છે.

મિડ-ડે મીલ અને રમતગમત: પ્રાથમિક શાળાઓમાં મિડ-ડે મીલના ભોજનની કિંમત વધારીને પ્રતિ બાળક ₹10 કરાશે. ઇસ્કોન(ISKCON)ના સહયોગથી કોલકાતામાં પૌષ્ટિક ભોજન અપાશે. ઉત્તર બંગાળમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું સ્ટેડિયમ બનશે અને દરેક વિધાનસભા ક્ષેત્રમાં ₹૫ કરોડના ખર્ચે મિની ઇન્ડોર સ્ટેડિયમ તૈયાર કરાશે.

વહીવટી સુધારા અને આર્થિક સ્થિતિ

સરકારે સ્પષ્ટ કર્યું છે કે રાજ્યની જૂની તમામ સામાજિક સુરક્ષા યોજનાઓ ચાલુ રહેશે, પરંતુ વહીવટને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા માટે ‘આપકી સરકાર, આપકે દ્વાર’ (આપના સરકાર, આપના પાસે) નામની નવી પહેલ શરૂ કરાશે. આ ઉપરાંત ધારાસભ્ય ફંડ (MLA Fund) ₹70 લાખથી વધારીને ₹1 કરોડ કરવામાં આવ્યું છે. નાણાં મંત્રીએ માહિતી આપી હતી કે હાલમાં રાજ્ય પર કુલ દેવું ₹8158 891 કરોડ છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤