લોડ થઈ રહ્યું છે...
--:--:--

દેશ-વિદેશ

TMCના બળવાખોર સાંસદો મહુવા મોઈત્રા સામે બદનક્ષીનો દાવો કરવાની તૈયારીમાં, જાણો શું છે સમગ્ર વિવાદ | Mahua Moitra Faces Defamation Threat From Rebel TMC MPs Over Forty Crore Bribery Allegation

by

Thenewsdk

Updated: 22-06-2026, 10.41 PM

Follow us:

TMCના બળવાખોર સાંસદો મહુવા મોઈત્રા સામે બદનક્ષીનો દાવો કરવાની તૈયારીમાં, જાણો શું છે સમગ્ર વિવાદ | Mahua Moitra Faces Defamation Threat From Rebel TMC MPs Over Forty Crore Bribery Allegation



Mahua Moitra Faces Defamation Threat : તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ મહુઆ મોઇત્રા આગામી દિવસોમાં કાનૂની ગૂંચવણમાં ફસાઈ શકે છે. ડૉ. કાકોલી ઘોષ દસ્તીદાર અને શતાબ્દી રોયની આગેવાની હેઠળનો TMCનો બળવાખોર જૂથ (જે તાજેતરમાં જ નેશનલ સિટિઝન્સ પાર્ટી ઓફ ઇન્ડિયા – NCPI માં જોડાયો છે) મહુઆ મોઇત્રા વિરુદ્ધ બદનક્ષી (માનહાનિ) નો મોટો કેસ દાખલ કરવાની ગંભીરતાથી વિચારણા કરી રહ્યો છે. આ વિવાદ મહુઆ મોઇત્રાની એક સોશિયલ મીડિયા પોસ્ટને કારણે શરૂ થયો છે, જેમાં તેમણે બળવાખોર સાંસદો પર કરોડો રૂપિયાની લાંચ લેવાનો આરોપ લગાવ્યો હતો.

શું છે મહુઆ મોઇત્રાનો ગંભીર આરોપ?

તાજેતરમાં મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદોના પક્ષપલટા અંગે સંજય રાઉતે એક પોસ્ટ કરી હતી, જેમાં તેમણે 15 કરોડ રૂપિયાની લેવડદેવડનો આક્ષેપ કર્યો હતો. આ પોસ્ટને રી-શેર કરતા મહુઆ મોઇત્રાએ બંગાળના બળવાખોર સાંસદો પર નિશાન સાધ્યું અને લખ્યું, ‘માત્ર 15 કરોડ? આટલા સસ્તામાં કેમ વેચાયા? અમારા સૂત્રોના જણાવ્યા અનુસાર, બંગાળના બળવાખોરોને NCPIમાં જોડાવા માટે 40 કરોડ રૂપિયા મળ્યા છે, જેમાં 4 કરોડ રૂપિયા એડવાન્સ અને બાકીના 36 કરોડ રૂપિયા દર મહિને 1 કરોડ લેખે ચૂકવવામાં આવી રહ્યા છે.’

બળવાખોર ખેમાની વર્ચ્યુઅલ બેઠક અને વળતો પ્રહાર

મહુઆ મોઇત્રાના આ પાયાવિહોણા આરોપો બાદ રવિવારે બપોરે બળવાખોર સાંસદોએ એક ખાસ વર્ચ્યુઅલ બેઠક યોજી હતી. આ અંગે સાંસદ શતાબ્દી રોયે પુષ્ટિ કરી છે કે, તેઓ કાનૂની પગલાં લેવા અંગે કાયદાકીય નિષ્ણાતોની સલાહ લઈ રહ્યા છે. બીજી તરફ, મહુઆ મોઇત્રા સતત બળવાખોર ધારાસભ્યો અને સાંસદો પર પ્રહારો કરી રહ્યા છે કે, જો તેમનામાં હિંમત હોય તો તેઓ પહેલા પદ પરથી રાજીનામું આપે અને પછી મમતા બેનર્જી સામે બોલે.

આ આક્ષેપબાજી બાદ પશ્ચિમ બંગાળના રાજકારણમાં હવે ટૂંક સમયમાં મોટો કાનૂની જંગ છેડાવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤