લોડ થઈ રહ્યું છે...
--:--:--

દેશ-વિદેશ

Nashikમાં ગમખ્વાર અકસ્માત: કૂવામાં કાર પડતા એક જ પરિવારના 9 લોકોનાં મોત

by

Thenewsdk

Updated: 04-04-2026, 11.09 AM

Follow us:

Nashik car accident : મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના દિંડોરી તાલુકામાં મોડી રાત્રે થયેલા ભયાનક માર્ગ અકસ્માતે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. એક મારુતિ XL6 કાર અચાનક બેકાબૂ થઈને રસ્તાના કિનારે આવેલા પાણીથી ભરેલા કૂવામાં પડી ગઈ,

જેમાં સવાર નવ લોકોનાં મોત થયા છે. આ દુઃખદ અકસ્માતમાં એક જ પરિવારના નવ સભ્યો સામેલ હતા. આ ઘટના શુક્રવારે રાત્રે લગભગ 10 વાગ્યે દિંડોરી શહેરના શિવાજી નગર વિસ્તારમાં બની હતી.

મૃતકોની ઓળખ

પોલીસના જણાવ્યા મુજબ, પીડિત લોકો દિંડોરી તાલુકાના ઈંદોર ગામના દરગુડે પરિવારના સભ્યો હતા. મૃતકોમાં સુનીલ દત્તુ દરગુડે (32), તેમની પત્ની રેશમા, આશા અનિલ દરગુડે (32) તેમજ પરિવારના છ બાળકોનો સમાવેશ થાય છે; આ બાળકોમાં સાતથી 14 વર્ષની ઉંમરની પાંચ દીકરીઓ અને 11 વર્ષનો એક દીકરો હતો.

કાર્યક્રમથી પરત ફરતી વખતે થયો અકસ્માત

પરિવારના સભ્યો એક સામાજિક કાર્યક્રમમાં હાજરી આપીને ઘરે પરત ફરી રહ્યા હતા. રાત્રિના અંધકારમાં અચાનક ડ્રાઈવરનું વાહન પરનું નિયંત્રણ છૂટી ગયું અને કાર સીધી રસ્તા કિનારે આવેલા ઊંડા કૂવામાં પડી ગઈ. કૂવામાં પાણી ભરેલું હોવાથી બચાવ કામગીરી વધુ મુશ્કેલ બની ગઈ હતી.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ, વહીવટી તંત્ર અને એનડીઆરએફની ટીમો સ્થળ પર પહોંચી ગઈ હતી. મોડી રાત્રે સુધી ચાલેલી બચાવ કામગીરી દરમિયાન ભારે મહેનત પછી કાર અને મૃતદેહોને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યા. સ્થળ પર મોટી સંખ્યામાં સ્થાનિક લોકોની ભીડ એકત્ર થઈ ગઈ હતી. તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤