લોડ થઈ રહ્યું છે...
--:--:--

લાઇફ સ્ટાઇલ

પ્રોટીન લેવાનો સાચો સમય કયો? નવી રિસર્ચે ખુલાસો કર્યો

by

Thenewsdk

Updated: 06-04-2026, 03.04 PM

Follow us:

પ્રોટીન આપણા શરીર માટે અત્યંત મહત્વપૂર્ણ પોષક તત્વ છે. મસલ્સ બિલ્ડિંગ, ટિશ્યુ રિપેર અને શરીરની સારી કામગીરી માટે પ્રોટીન જરૂરી છે. ઘણા લોકો ખાસ કરીને જિમ જનારાઓ માને છે કે વર્કઆઉટ પછી 30 મિનિટની અંદર પ્રોટીન લેવું જરૂરી છે, જેને Anabolic Window તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ નવી રિસર્ચ આ માન્યતાને સંપૂર્ણ રીતે સમર્થન આપતી નથી.

હેલ્થ એક્સપર્ટ્સ અનુસાર, પ્રોટીન ક્યારે લો તેનાથી વધુ મહત્વનું છે કે તમે દિવસભરમાં કુલ કેટલું પ્રોટીન લો છો. લગભગ 3000 લોકો પર થયેલી સ્ટડી દર્શાવે છે કે જો તમે દિવસ દરમિયાન પૂરતું પ્રોટીન લઈ રહ્યા છો, તો મસલ્સની વૃદ્ધિ અને રિકવરી સારી રીતે થાય છે – ભલે તમે પ્રોટીન વર્કઆઉટ પછી તરત લો કે થોડા કલાકો પછી.

એક્સપર્ટ્સ સલાહ આપે છે કે પ્રોટીનને દિવસભરના ભોજનમાં વહેંચીને લેવુ વધુ ફાયદાકારક છે. દરેક મીલમાં આશરે 25-30 ગ્રામ પ્રોટીન લેવાથી મેટાબોલિઝમ સક્રિય રહે છે અને વારંવાર લાગતી ભૂખ પણ નિયંત્રિત થાય છે. જો તમે ખાલી પેટે વર્કઆઉટ કરો છો, તો એક્સરસાઇઝ પછી 1-2 કલાકની અંદર પ્રોટીન લેવુ રિકવરી માટે મદદરૂપ થાય છે.

વધતી ઉંમરમાં પ્રોટીન ટાઈમિંગનું મહત્વ વધી જાય છે. ખાસ કરીને 40 વર્ષ પછી મસલ્સ નબળા પડવા લાગે છે, તેથી નાસ્તા અને બપોરના ભોજનમાં પ્રોટીનનું યોગ્ય પ્રમાણ લેવું જરૂરી છે. રાત્રે સૂતા પહેલા દૂધ અથવા પનીર જેવા ધીમે પચતા પ્રોટીન લેવાથી મસલ્સ રિકવરીમાં મદદ મળે છે.

આખરે, નિષ્ણાતોનું કહેવું છે કે પ્રોટીનની ટાઈમિંગ કરતા તેની કુલ માત્રા વધુ મહત્વપૂર્ણ છે. તમારા વજન અને ફિઝિકલ એક્ટિવિટી મુજબ પ્રોટીનનું પ્રમાણ નક્કી કરો અને તેને દિવસ દરમિયાન સંતુલિત રીતે લો. સાથે જ ગુણવત્તાવાળા સ્ત્રોતો જેમ કે દાળ, ઇંડા, દૂધ અને મીટને તમારા આહારમાં સામેલ કરો.

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤