લોડ થઈ રહ્યું છે...
--:--:--

IPL 2026

IPL 2026: RCBના હોમ ગ્રાઉન્ડ પર બેટ્સમેનનો તોફાન? લખનઉ માટે કઠિન ચેલેન્જ

by

Thenewsdk

Updated: 15-04-2026, 03.27 PM

Follow us:

આ સીઝનમાં RCBની સફળતાનું સૌથી મોટું કારણ તેમનું આક્રમક બેટિંગ યુનિટ રહ્યું છે. ટીમના ટોચના પાંચ બેટ્સમેનોએ જે રીતે બોલરોની ધુલાઈ કરી છે, તે જોઈને અન્ય ટીમોના બોલરોમાં ફાળ પડી છે. આંકડાઓ પર નજર કરીએ તો, વિરાટ કોહલી 162ના સ્ટ્રાઈક રેટ સાથે પાયો નાખી રહ્યો છે, જ્યારે ફિલ સોલ્ટ (178) અને રજત પાટીદાર (214) મધ્યમ ઓવરોમાં રનનો પહાડ ખડકી રહ્યા છે.

પાંચ બેટ્સમેનોએ માત્ર ચાર મેચમાં જ 52 છગ્ગા ફટકાર્યા

સૌથી વધુ આશ્ચર્યજનક પ્રદર્શન ટિમ ડેવિડ (221 સ્ટ્રાઈક રેટ) અને દેવદત્ત પડિકલ (201 સ્ટ્રાઈક રેટ) નું રહ્યું છે. આ પાંચ બેટ્સમેનોએ માત્ર ચાર મેચમાં જ 52 છગ્ગા ફટકારીને સાબિત કરી દીધું છે કે ચિન્નાસ્વામીની નાની બાઉન્ડ્રી પર લખનઉના બોલરો માટે બચવું મુશ્કેલ હશે. સીઝનમાં અત્યાર સુધી સૌથી વધુ સિક્સર મારવાનો રેકોર્ડ પણ બેંગ્લોરના નામે જ છે.

લખનઉની બોલિંગ મજબૂત, પણ બેટિંગ ચિંતાનો વિષય

બીજી તરફ, લખનઉ સુપર જાયન્ટ્સની સ્થિતિ થોડી વિચિત્ર છે. ટીમ પાસે મોહમ્મદ શમી જેવા અનુભવી અને પ્રિન્સ યાદવ તેમજ દિગ્વેશ રાઠી જેવા આક્રમક યુવા બોલરો છે, જેમણે અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. જોકે, બોલરોની મહેનત પર બેટ્સમેનો પાણી ફેરવી રહ્યા હોય તેવું લાગે છે. ઋષભ પંતની આગેવાની હેઠળની બેટિંગ લાઇનઅપ અત્યાર સુધી નિષ્ફળ રહી છે. કેપ્ટન પંત પોતે ચાર મેચમાં માત્ર 103 રન જ બનાવી શક્યો છે અને તેનો 130નો સ્ટ્રાઈક રેટ તેની આક્રમક શૈલીને અનુરૂપ નથી. નિકોલસ પૂરન અને એડન માર્કરમ જેવા વિદેશી સ્ટાર્સ પણ હજુ સુધી કોઈ મોટી ઈનિંગ રમી શક્યા નથી, જેના કારણે લખનઉ પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને સંઘર્ષ કરી રહ્યું છે.

પીચ અને વ્યૂહરચના

બેંગ્લોરની ટીમ આગામી ત્રણ મેચો પોતાના ઘરઆંગણે રમવાની છે અને તેઓ આ સ્થિતિનો પૂરો લાભ ઉઠાવવા માંગે છે. જોકે, ટીમ મેનેજમેન્ટે એક મોટો નિર્ણય લેતા પાછલી મેચમાં જોશ હેઝલવુડને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રાખ્યો હતો, અને એવી પ્રબળ શક્યતા છે કે લખનઉ સામે પણ તે મેદાનમાં નહીં ઉતરે. કૃણાલ પંડ્યા અને ભુવનેશ્વર કુમારની જોડી બોલિંગ વિભાગમાં અનુભવ પૂરો પાડશે.

‘કોહલી એન્ડ કંપની’ નો દબદબો જોવા મળી શકે

આ મેચમાં મુખ્ય ટક્કર બેંગ્લોરના તોફાની બેટ્સમેનો અને લખનઉના ધારદાર બોલરો વચ્ચે હશે. જો ઋષભ પંતની બેટિંગ લાઇનઅપ ફોર્મમાં પાછી ફરે છે, તો જ તેઓ આરસીબીના વિજય રથને રોકી શકશે. અન્યથા, ચિન્નાસ્વામીમાં વધુ એક વખત ‘કોહલી એન્ડ કંપની’ નો દબદબો જોવા મળી શકે છે.

બંને ટીમોની સંભવિત પ્લેઇંગ-11:

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), ટિમ ડેવિડ, જીતેશ શર્મા (વિકેટકીપર), રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, સુયશ શર્મા, જેકબ ડફી.

લખનઉ સુપર જાયન્ટ્સ: એડન માર્કરમ, મિચેલ માર્શ, ઋષભ પંત (કેપ્ટન/વિકેટકીપર), આયુષ બડોની, નિકોલસ પૂરન, શાહબાઝ અહેમદ, અબ્દુલ સમદ, દિગ્વેશ રાઠી, પ્રિન્સ યાદવ, મોહમ્મદ શમી, જ્યોર્જ લિન્ડે.

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤