લોડ થઈ રહ્યું છે...
--:--:--

IPL 2026સ્પોર્ટ્સ

ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટરે કર્યા લગ્ન, સોશિયલ મીડિયામાં પહેલી તસવીર સામે આવતા ફેન્સ ચોંક્યા | Cricketer Akash Deep Marries Akshita Raj in Varanasi Pawan Singh Mukesh Kumar Attend Wedding

by

Thenewsdk

Updated: 25-06-2026, 09.48 AM

Follow us:

ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટરે કર્યા લગ્ન, સોશિયલ મીડિયામાં પહેલી તસવીર સામે આવતા ફેન્સ ચોંક્યા | Cricketer Akash Deep Marries Akshita Raj in Varanasi Pawan Singh Mukesh Kumar Attend Wedding



photo 1782361080542

(IMAGE – instagram/akash.deep969)


Cricketer Akash Deep Weds Akshita Raj: ભારતીય ક્રિકેટ ટીમનો શાનદાર બોલર આકાશદીપે પોતાના જીવનની એક નવી અને સુંદર ઇનિંગની શરૂઆત કરી દીધી છે. આકાશદીપ બુધવારે ડેહરીની રહેવાસી અક્ષિતા રાજ સાથે લગ્નગ્રંથિથી જોડાયો છે. ઉત્તર પ્રદેશના વારાણસી (કાશી)ની એક આલીશાન ફાઈવ સ્ટાર હોટેલમાં આ ભવ્ય લગ્ન સમારોહ યોજાયો હતો. 

સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો વાઇરલ

આકાશદીપ મૂળ બિહારના શિવહર જિલ્લાના બદ્દી ગામનો વતની છે, જ્યારે તેની દુલ્હન અક્ષિતા રાજ ડેહરીના માનિકપુરની રહેવાસી છે. સોશિયલ મીડિયા પર આ લગ્નની પ્રથમ તસવીરો સામે આવી છે, જેમાં દુલ્હન અક્ષિતા રાજ ટીમ ઈન્ડિયાના આ સ્ટાર ખેલાડીને વરમાળા પહેરાવતી જોવા મળી રહી છે. આ ખાસ પળે ત્યાં હાજર તમામ લોકોએ તાળીઓના ગડગડાટ સાથે નવદંપતીને વધાવી લીધા હતા અને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી.

લગ્નમાં ઉમટ્યા ક્રિકેટર્સ અને ભોજપુરી સુપરસ્ટાર સહિતના દિગ્ગજો

આકાશદીપ અને અક્ષિતાના આ લગ્નને યાદગાર બનાવવા માટે રમતજગત અને મનોરંજન દુનિયાની ઘણી મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. લગ્ન સમારોહમાં ભોજપુરી સિનેમાના સુપરસ્ટાર પવન સિંહ અને ભારતીય ક્રિકેટર મુકેશ કુમાર સહિતના ઘણા દિગ્ગજો વારાણસી પહોંચ્યા હતા અને વર-વધૂને આશીર્વાદ આપ્યા હતા. 

આ પણ વાંચો: 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી ટીમ ઈન્ડિયાના ચેન્જિંગ રૂમનો નહીં કરી શકે ઉપયોગ, ઈંગ્લેન્ડ પ્રવાસમાં ખાસ નિયમ પાળવો પડશે

ઉલ્લેખનીય છે કે, આકાશદીપની આ ખુશીમાં સામેલ થવા માટે થોડા દિવસો પહેલા બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી પણ ખાસ ક્રિકેટરના ગામ પહોંચ્યા હતા અને તેને પ્રગતિ માટે અભિનંદન પાઠવ્યા હતા. આ પહેલા 21 જૂનના રોજ યોજાયેલા આકાશદીપના તિલક સમારોહમાં પણ અનેક નામાંકિત હસ્તીઓએ હાજરી આપીને ચાર ચાંદ લગાવ્યા હતા.





Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤