લોડ થઈ રહ્યું છે...
--:--:--

IPL 2026સ્પોર્ટ્સ

અમદાવાદમાં ટક્કર! Gujarat Titans સામે Kolkata Knight Riders, પ્રથમ જીત માટે રહાણેની જંગ

by

Thenewsdk

Updated: 17-04-2026, 01.41 PM

Follow us:

IPL MATCH 2026 : શુભમન ગિલના નેતૃત્વમાં ગુજરાત ટાઇટન્સ અત્યાર સુધી મિશ્ર પ્રદર્શન કરી રહ્યું છે. ચાર મેચમાંથી બેમાં હાર અને બેમાં જીત સાથે ટીમ અત્યારે પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે. શરૂઆતની નબળી કડીઓ સુધારીને ગુજરાતે દિલ્હી કેપિટલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ સામે શાનદાર જીત મેળવી છે.

ટીમની બેટિંગનું નેતૃત્વ કેપ્ટન ગિલ અને યુવા સ્ટાર સાઈ સુધરસન કરી રહ્યા છે. જ્યારે બોલિંગમાં રાશિદ ખાનની સ્પિન અને પ્રસિદ્ધ કૃષ્ણાની પેસ વિરોધી ટીમ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. હોમ ગ્રાઉન્ડ પર પ્રેક્ષકોનો ટેકો ગુજરાત માટે ‘બારમા ખેલાડી’ તરીકે કામ કરશે.

KKRની મુશ્કેલીઓ
કોલકાતા નાઈટ રાઇડર્સ માટે આ સિઝન અત્યાર સુધી નિરાશાજનક રહી છે. કેપ્ટન અજિંક્ય રહાણે અને અંગક્રિશ રઘુવંશી પર બેટિંગનો મોટો મદાર છે, પરંતુ ફિન એલનનું ખરાબ ફોર્મ ચિંતાનો વિષય છે. ટીમ મેનેજમેન્ટ હવે એલનના સ્થાને ટિમ સીફર્ટને તક આપી શકે છે.

પથિરાનાની ગેરહાજરી
સૌથી મોટો ફટકો KKRને બોલિંગમાં પડ્યો છે. શ્રીલંકન સ્ટાર મથીશા પથિરાના એનઓસી (NOC) મળ્યા બાદ પણ હજુ સુધી ટીમ સાથે જોડાયો નથી, જેના કારણે ગુજરાત સામેની મહત્વની મેચમાં તે ઉપલબ્ધ રહેશે નહીં. હવે વૈભવ અરોરા અને સુનીલ નારાયણે બોલિંગમાં જવાબદારી ઉપાડવી પડશે.

હેડ-ટુ-હેડ રેકોર્ડમાં ગુજરાતનું પલડું ભારે
ઐતિહાસિક આંકડાઓ પર નજર કરીએ તો ગુજરાત ટાઇટન્સનું વર્ચસ્વ સ્પષ્ટ દેખાય છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધી કુલ 5 મેચ રમાઈ છે, જેમાંથી ગુજરાતે 3 મેચ જીતી છે, જ્યારે KKR ને માત્ર 1 મેચમાં સફળતા મળી છે. એક મેચ અનિર્ણિત રહી હતી. આ આંકડાઓ જોતા માનસિક રીતે ગુજરાતની ટીમ KKR પર હાવી રહેશે. અમદાવાદની ગરમીમાં KKR જીતનું ખાતું ખોલશે કે પછી ગુજરાત વિજયી હેટ્રિક કરશે? તે જોવું રસપ્રદ રહેશે.

બંને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન:
GT: શુભમન ગિલ (કેપ્ટન), સાઇ સુધરસન, જોસ બટલર (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, ગ્લેન ફિલિપ્સ, રાહુલ તેવટિયા, શાહરૂખ ખાન, રાશિદ ખાન, કાગીસો રબાડા, અશોક શર્મા, પ્રસિદ્ધ કૃષ્ણા.

KKR: ટિમ સીફર્ટ/ફિન એલન, સુનીલ નારાયણ, અજિંક્ય રહાણે (કેપ્ટન), અંગક્રિશ રઘુવંશી (વિકેટકીપર), કેમરોન ગ્રીન, રિંકુ સિંહ, રમનદીપ સિંહ, રોવમેન પોવેલ, અનુકુલ રોય, વરુણ ચક્રવર્તી, વૈભવ અરોરા, કાર્તિક ત્યાગી.

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤