લોડ થઈ રહ્યું છે...
--:--:--

બિઝનેસ

વાયદા બજારમાં ઉથલપાથલ, ચાંદી 6900થી વધુના કડાકા બાદ ફરી રિકવર, જાણો સોનાનો લેટેસ્ટ રેટ | Gold Silver Price Today: MCX Silver Recovers to ₹2 73 Lakh After Sharp Crash Gold Ticks Higher

by

Thenewsdk

Updated: 18-05-2026, 09.55 AM

Follow us:

વાયદા બજારમાં ઉથલપાથલ, ચાંદી 6900થી વધુના કડાકા બાદ ફરી રિકવર, જાણો સોનાનો લેટેસ્ટ રેટ | Gold Silver Price Today: MCX Silver Recovers to ₹2 73 Lakh After Sharp Crash Gold Ticks Higher



photo 1779078335892

Gold Silver Price Today: અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા યુદ્ધના ભણકારા તેમજ વૈશ્વિક શેરબજારોમાં આવેલા મોટા કડાકાની સીધી અસર હવે કિંમતી ધાતુઓના બજાર પર જોવા મળી રહી છે. મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના અને ચાંદીના ભાવોમાં ભારે અસ્થિરતા અને ઉથલપાથલ નોંધાઈ છે. શરૂઆતના સત્રમાં ચાંદીના ભાવમાં આશરે ₹6900થી વધુનો મોટો કડાકો જોવા મળ્યો હતો, પરંતુ વૈશ્વિક સ્તરે સુરક્ષિત રોકાણ તરીકે સોના-ચાંદીની માંગ વધતા નીચલા સ્તરેથી બજારે જોરદાર રિકવરી દર્શાવી છે.

ચાંદીના ભાવમાં રિકવરીના આંકડા

સત્તાવાર વાયદા બજારના આંકડા અનુસાર, 3 જુલાઈ 2026ના કરારવાળી ચાંદી (SILVER) નો વાયદો MCX પર ₹2,67,400 ના સ્તરે ઓપન થયો હતો. ટ્રેડિંગ દરમિયાન તે ₹2,64,949 ના નીચલા સ્તરે (Low) સરકી ગયો હતો, જે અગાઉના બંધ ₹2,71,886 ની સરખામણીએ મોટો ઘટાડો દર્શાવે છે. જો કે, દિવસની શરૂઆતમાં ટ્રેડિંગ દરમિયાન બજારે શાનદાર વાપસી કરી હતી અને ચાંદી ₹2,74,145 ની ઊંચી સપાટી (High) ને સ્પર્શીને, ₹1709 (+0.63%) ના વધારા સાથે ₹2,73,595 પ્રતિ કિલોગ્રામ પર સમાચાર લખવા સુધી ટ્રેડ થઇ રહી હતી. 

સોનાના ભાવમાં પણ તેજીનો વલણ

બીજી તરફ, સોનાના રોકાણકારો માટે પણ આ સપ્તાહ તેજીમય રહ્યું છે. 5 જૂન 2026 ના કરારવાળો સોના (GOLD) નો વાયદો બજારમાં ₹1,58,076 પર ખુલ્યો હતો. બજારમાં મજબૂતી આવતા સોનું ₹1,57,547 ના નીચલા સ્તરેથી રિકવર થઈને ₹1,58,850 ની હાઈ સપાટીએ પહોંચ્યું હતું. આખરી સત્રમાં સોનું ₹153 (+0.10%) ના સાધારણ વધારા સાથે ₹1,58,700 પ્રતિ 10 ગ્રામના સ્તરે ટ્રેડ થતું જોવા મળ્યું હતું, જે તેના અગાઉના બંધ ₹1,58,547 કરતાં વધારે છે.

શા માટે વધી રહ્યા છે ભાવો?

બજારના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, જ્યારે પણ વૈશ્વિક સ્તરે યુદ્ધ કે રાજદ્વારી તણાવની સ્થિતિ ઊભી થાય છે, ત્યારે રોકાણકારો શેરબજારમાંથી નાણાં ખેંચીને સોના અને ચાંદી જેવા સુરક્ષિત વિકલ્પોમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. હોર્મુઝની નાકાબંધી અને વૈશ્વિક શેરબજારોના ધબડકાને કારણે આગામી દિવસોમાં સોના અને ચાંદીના ભાવમાં હજુ પણ મોટી તેજી જોવા મળી શકે છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤