લોડ થઈ રહ્યું છે...
--:--:--

દેશ-વિદેશ

ક્યાંક તમે પણ નકલી પેટ્રોલ તો નથી પુરાવતાં? 3 સરળ સ્ટેપ ફોલો કરી કરો અસલીની ઓળખ | How to Check Petrol Purity 3 Easy Ways to Identify Fake or Adulterated Fuel

by

Thenewsdk

Updated: 18-05-2026, 12.07 PM

Follow us:

ક્યાંક તમે પણ નકલી પેટ્રોલ તો નથી પુરાવતાં? 3 સરળ સ્ટેપ ફોલો કરી કરો અસલીની ઓળખ | How to Check Petrol Purity 3 Easy Ways to Identify Fake or Adulterated Fuel




How to Check Petrol Purity: પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત આસમાને આંબી રહ્યા છે અને આવા સમયે ઇંધણમાં મિલાવટ થવી એ પણ એક સામાન્ય બાબત બની ગઈ છે. છેલ્લા કેટલાક સમયથી એવી અનેક ફરિયાદો સામે આવી રહી છે કે પેટ્રોલમાં પાણી અથવા અન્ય કોઈ સસ્તું તેલ ભેળવી દેવામાં આવે છે. આવું નકલી કે મિલાવટી પેટ્રોલ વાહનમાં ખૂબ જ ઝડપથી ખતમ થઈ જાય છે અને તે ગાડી માટે અત્યંત નુકસાનકારક સાબિત થાય છે.

ઘણીવાર લોકો તપાસ કર્યા વગર જ પેટ્રોલ પુરાવી લે છે, જેની સીધી અસર ગાડીના એન્જિન, માઇલેજ અને પરફોર્મન્સ પર પડે છે. જો તમારી કાર કે બાઇક અચાનક વધુ ધુમાડો છોડવા લાગે, માઇલેજ ઓછું થઈ જાય કે એન્જિનમાંથી અસામાન્ય અવાજ આવવા લાગે, તો તે નકલી અથવા મિલાવટી પેટ્રોલ હોવાનો સંકેત હોઈ શકે છે. આવા સમયે કેટલાક સરળ ઉપાયોની મદદથી તમે અસલી અને નકલી પેટ્રોલની ઓળખ કરી શકો છો અને મોટા નુકસાનથી બચી શકો છો.

નકલી પેટ્રોલમાં શું ભેળવવામાં આવે છે?

નકલી કે મિલાવટી પેટ્રોલમાં સામાન્ય રીતે જથ્થો વધારવા અને વધુ નફો કમાવવા માટે સસ્તા અને જોખમી કેમિકલ્સ ઉમેરવામાં આવે છે. આમાં મુખ્યત્વે કેરોસીન, નેફ્થા, સોલ્વન્ટ, લો-ક્વોલિટી ઓઇલ અથવા અન્ય જ્વલનશીલ કેમિકલ્સ ભેળવવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં ઈથેનોલનું પ્રમાણ પણ નક્કી કરેલી મર્યાદા કરતાં ઘણું વધારે હોય છે. આવું પેટ્રોલ ગાડીના એન્જિનને અંદરથી ધીમે-ધીમે બગાડી નાખે છે.

અસલી અને નકલી પેટ્રોલ ઓળખવાની 3 સરળ રીતો

1. સફેદ કાગળની મદદથી ટેસ્ટ કરો

પેટ્રોલની શુદ્ધતા તપાસવા માટે એક સાદો સફેદ કાગળ લો અને તેના પર પેટ્રોલના થોડા ટીપાં નાખો. જો પેટ્રોલ અસલી અને શુદ્ધ હશે, તો તે થોડી જ વારમાં હવામાં સંપૂર્ણપણે ઊડી જશે અને કાગળ પર કોઈ ડાઘ કે નિશાન નહીં છોડે. પરંતુ જો પેટ્રોલમાં મિલાવટ હશે, તો કાગળ પર તેલ જેવો ઘાટો ડાઘ રહી જશે. આ ડાઘ દર્શાવે છે કે પેટ્રોલમાં કંઈક અન્ય વસ્તુ ભેળવવામાં આવી છે.

2. પાણીના ગ્લાસથી ઓળખો

પાણીની મદદથી પણ તમે ઇંધણની શુદ્ધતા ચકાસી શકો છો. આ માટે એક કાચના ગ્લાસમાં થોડું પાણી લો અને તેમાં થોડું પેટ્રોલ નાખીને હળવું હલાવો. જો પેટ્રોલ શુદ્ધ હશે, તો પાણી અને પેટ્રોલની બે અલગ-અલગ સાફ લેયર દેખાશે, કારણ કે આ બંને ક્યારેય આપસમાં ભળતા નથી. પરંતુ જો તેમાં ત્રીજી કોઈ પરત દેખાય અથવા પેટ્રોલનું અલગ લેયર સાફ ન બને, તો સમજી લેવું કે તેમાં કેમિકલ કે અન્ય તેલની મિલાવટ હોઈ શકે છે.

આ પણ વાંચો: મમતાએ કોંગ્રેસ સાથે હાથ ન મિલાવી કરી ભૂલ? જાણો ચૂંટણીમાં કેટલી બેઠકો પર પડ્યો ફટકો

3. રંગ અને ગંધ પરથી પરખો

શુદ્ધ પેટ્રોલ સામાન્ય રીતે આછા પીળા રંગનું અને એકદમ સાફ હોય છે, જ્યારે મિલાવટી પેટ્રોલનો રંગ ઘાટો, ધૂંધળો કે અસામાન્ય દેખાઈ શકે છે. આ ઉપરાંત અસલી પેટ્રોલની સુગંધ સામાન્ય હોય છે, પરંતુ જો તેમાંથી તીવ્ર કેમિકલ જેવી અથવા કેરોસીન જેવી વાસ આવે, તો તેમાં ભેળસેળ હોવાનો સ્પષ્ટ સંકેત છે.

ભેળસેળ જણાય તો અહીં કરો ફરિયાદ

તમારા વાહનની સુરક્ષા માટે પેટ્રોલ અસલી છે કે નકલી તેની તપાસ જરૂર કરો, કારણ કે નકલી પેટ્રોલથી ગાડીમાં અકસ્માત કે આગ લાગવાનું જોખમ પણ વધી જાય છે. જો તમને કોઈ પેટ્રોલ પંપ પર ઇંધણમાં ભેળસેળ હોવાની શંકા જાય, તો તમે ટોલ-ફ્રી નંબર 1915 (કન્ઝ્યુમર હેલ્પલાઇન) પર અથવા સંબંધિત ઓઇલ કંપનીઓના કસ્ટમર કેર નંબર પર સંપર્ક કરીને તાત્કાલિક ફરિયાદ નોંધાવી શકો છો.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤