લોડ થઈ રહ્યું છે...
--:--:--

એન્ટરટેઇનમેન્ટ

ક્રિકેટ, કુશ્તી અને રેસ! એક જ ફિલ્મમાં 3 અવતાર: રામ ચરણની ‘Peddi’નું ટ્રેલર રિલીઝ, જાહ્નવી કપૂરનો દેશી અંદાજ | upcoming film of ram Charan and Janhvi Kapoor peddi trailer launch

by

Thenewsdk

Updated: 18-05-2026, 06.49 PM

Follow us:

ક્રિકેટ, કુશ્તી અને રેસ! એક જ ફિલ્મમાં 3 અવતાર: રામ ચરણની ‘Peddi’નું ટ્રેલર રિલીઝ, જાહ્નવી કપૂરનો દેશી અંદાજ | upcoming film of ram Charan and Janhvi Kapoor peddi trailer launch



photo 1779110144058

Ram Charan New Film Trailer: ડિરેક્ટર બુચ્ચી બાબુ સાનાની બહુચર્ચિત સ્પોર્ટ્સ એક્શન ડ્રામા ફિલ્મ ‘પેડ્ડી’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં તેલુગુ સુપરસ્ટાર રામ ચરણ મુખ્ય ભૂમિકામાં છે. ટ્રેલર રિલીઝ થયા બાદ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વૃદ્ધિ સિનેમાસના બેનર હેઠળ વેંકટા સતીશ કિલારુ દ્વારા નિર્મિત આ ફિલ્મમાં મૈત્રી મૂવી મેકર્સ અને સુકુમાર રાઇટિંગ્સે પણ કોલોબ્રેશન કર્યું છે. મુંબઈમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું. ડિરેક્ટર બુચ્ચી બાબુ સાનાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ટ્રેલર શેર કરતાં લખ્યું કે, “તેનું મેદાન, તેના નિયમો, હવે તેની રમત શરૂ થાય છે.” ફિલ્મ 4 જૂને વિશ્વભરમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે.

ટ્રેલરમાં ગામની સ્ટોરી જોવા મળી રહી છે જેમાં સંઘર્ષ અને રમત પ્રત્યેનો જુસ્સો મુખ્ય રીતે દેખાય છે. રામ ચરણ ‘પેડ્ડી’ નામના એવા યુવાનની ભૂમિકામાં છે, જે ક્રિકેટ, કુશ્તી અને દોડ જેવી ત્રણ અલગ-અલગ રમતોમાં એક્સપર્ટ છે. ગામના બાળકો માટે તે પ્રેરણાસ્ત્રોત સમાન છે, જ્યારે ગામલોકોમાં પણ તેને ભારે માન મળે છે. ટ્રેલરમાં રમતો સાથે જ એક્શનનો પણ જબરદસ્ત ડોઝ જોવા મળે છે. રેલવે પ્લેટફોર્મ પરની ફાઇટ, જોખમી સ્ટંટ્સ અને જોરદાર એક્શન સિક્વન્સ ફિલ્મને વધુ રોમાંચક બનાવે છે. ખાસ કરીને ક્રિકેટ અને કુશ્તીના દ્રશ્યોનું મિશ્રણ ટ્રેલરની સૌથી મોટી ખાસિયત માનવામાં આવી રહ્યું છે.

રામ ચરણનો લુક અને ફિઝિકલ ટ્રાન્સફોર્મેશન પણ ચર્ચામાં છે. ટ્રેલરમાં તે ક્યારેક ફ્લડલાઇટ્સ વચ્ચે ક્રિકેટ રમતો જોવા મળે છે તો ક્યારેક માટીના અખાડામાં કુશ્તી લડતો નજરે પડે છે. તેના પાત્રમાં ગામના લોકોમાં જોવા મળતી કઠોરતા સાથે ભાવુક હોય એવું પણ દેખાઈ રહ્યું છે. જાહ્નવી કપૂર ફિલ્મમાં ટ્રેડિશનલ અંદાજમાં જોવા મળે છે. ટ્રેલરમાં તેના પાત્રની સાદગી અને ભાવકુતા પણ ધ્યાન ખેંચે છે. ઉપરાંત શિવા રાજકુમાર, જગપતિ બાબુ, દિવ્યેન્દુ શર્મા, રવી કિશન અને બોમન ઈરાની જેવા કલાકારો પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં છે.

ફિલ્મનું સંગીત એ.આર. રહેમાને આપ્યું છે, જ્યારે સિનેમેટોગ્રાફી આર. રત્નવેલુએ સંભાળી છે. અંદાજે 300 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મને લઈને પહેલાથી જ ભારે અપેક્ષા છે. ‘પેડ્ડી’ 4 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤