Ameesha Patel flight diverted: બોલીવુડ અભિનેત્રી અમીષા પટેલ ભલે ફિલ્મોથી દૂર છે, પરંતુ ચર્ચામાં રહેવાનો એક પણ મોકો છોડતી નથી. 50 વર્ષની આ અભિનેત્રી પોતાની ફિટનેસને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલા તે ફ્લોરિડામાં એક ઇવેન્ટ માટે ગઈ હતી, પરંતુ ન્યૂયોર્ક સિટીથી મુંબઈ પરત આવતી વખતે તે મોટી મુશ્કેલીમાં ફસાઈ ગઈ. હા, દુબઈ પહોંચતા પહેલા જ ત્યાં મિસાઇલ હુમલાના કારણે એર સ્પેસ બંધ કરી દેવામાં આવ્યું.
અભિનેત્રી ઘણા કલાકોથી એરપોર્ટ પર ફસાઈ
બોલીવુડ અભિનેત્રી અમીષા પટેલ ઘણા સમયથી કોઈ પ્રોજેક્ટમાં જોવા મળતી નથી, પરંતુ તે ઇવેન્ટ્સમાં ભાગ લેતી રહે છે અને ત્યાંથી સારી કમાણી પણ કરે છે. તેમની ફેન ફોલોઇંગ ખૂબ જ મજબૂત છે અને તે પોતાના દરેક ઇવેન્ટ્સ અને લાઈફસ્ટાઈલની માહિતી સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફેન્સ સાથે શેર કરે છે.
50 વર્ષની ઉંમરે પણ તેમની ફિટનેસ બધાનું ધ્યાન ખેંચે છે. હા, અભિનેત્રી ખૂબ જ ફિટ છે અને તે માટે કલાકો સુધી વર્કઆઉટ કરે છે,પરંતુ હાલ તે ચર્ચામાં છે તેની પાછળનું કારણ ફિલ્મ કે ફિટનેસ નથી.
હાલ અભિનેત્રી ઘણા કલાકોથી એરપોર્ટ પર ફસાઈ ગઈ હતી તે ઘટના ચર્ચામાં છે. આ બાબતની જાણકારી તેણે પહેલા એક ટ્વીટ દ્વારા આપી હતી અને હવે થોડા કલાક પહેલા એક ફોટો પણ શેર કર્યો છે.
UAEમાં મિસાઇલ હુમલો
અમેરિકા, ઇઝરાયલ અને ઇરાન વચ્ચે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધની અસર વિશ્વના ઘણા દેશો પર પડી રહી છે. તણાવભરી સ્થિતિ વચ્ચે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરી શરૂ થઈ ગઈ હતી,
પરંતુ UAEમાં થયેલા તાજેતરના મિસાઇલ હુમલાના કારણે ફરીથી પરિસ્થિતિ બગડી ગઈ હતી. જેના કારણે અમીષા પટેલે અપડેટ આપ્યું કે UAEમાં મિસાઇલ હુમલાઓ પછી તેમની ફ્લાઇટને મસ્કટ તરફ વાળી દેવામાં આવી છે. આ ફ્લાઇટ ન્યૂયોર્કથી મુંબઈ આવવાની હતી, જે કનેક્ટિંગ ફ્લાઇટ હતી. હવે અભિનેત્રી ત્યાં ફસાઈ ગઈ છે.
હાલ અમીષા પટેલ ક્યાં છે?
અમીષા પટેલે X પર એક પોસ્ટ શેર કરી છે. તેને લખ્યું છે કે,”ન્યૂયોર્કથી મુંબઈ, એમિરેટ્સ ફ્લાઇટમાં. અમે દુબઈમાં ઉતરવા જ રહ્યા હતા ત્યારે UAEમાં નવા મિસાઇલ હુમલાના કારણે એર સ્પેસ બંધ કરી દેવામાં આવ્યું. હવે અમે મસ્કટ પહોંચી ગયા છીએ અને આગળની માહિતીની રાહ જોઈ રહ્યા છીએ.
આ યુદ્ધ ક્યારે પૂરું થશે? અમે પ્રાર્થના કરી રહ્યા છીએ.” સાથે સાથે ફ્લાઇટમાં અભિનેત્રીને કેટલાક મિત્રો પણ મળી ગયા હતા અને હાલમાં તે તેમના સાથે છે. તે કહે છે કે, ન્યૂયોર્કથી નીકળ્યા પછી 24 કલાક થઈ ગયા છે, પરંતુ હજુ સુધી મુંબઈ પહોંચી નથી. તેઓ હજુ પણ સમય ગણી રહ્યા છે કે ક્યારે મુંબઈ પહોંચશે. હાલમાં તે એરપોર્ટ પર બેસીને રાહ જોઈ રહી છે.




Leave a Comment