લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

અમદાવાદ: IT કંપનીના બે કર્મીએ સિસ્ટમમાં છીંડું શોધી 1.56 કરોડ પોતાના ખાતામાં ટ્રાન્સફર કર્યા, 6 વર્ષે ભાંડો ફૂટ્યો | Ahmedabad News Two employees cheated of Rs 1 56 crore by changing bank details in IT company

by

Thenewsdk

Updated: 20-05-2026, 11.02 PM

Follow us:

અમદાવાદ: IT કંપનીના બે કર્મીએ સિસ્ટમમાં છીંડું શોધી 1.56 કરોડ પોતાના ખાતામાં ટ્રાન્સફર કર્યા, 6 વર્ષે ભાંડો ફૂટ્યો | Ahmedabad News Two employees cheated of Rs 1 56 crore by changing bank details in IT company



Ahmedabad News: એલિસબ્રિજ ગુજરાત કોલેજ પાસે આવેલી આઇટી કંપનીમાં સપોર્ટ હેડ તરીકે નોકરી કરતા બે કર્મચારીઓએ સત્તાનો દુરુપયોગ કરીને ઇ-ટેન્ડર અને ઇ-ઓક્શનના ક્લાયન્ટને પરત કરવાના સોફ્ટવેરમાં પોતાના અંગત બેંક એકાઉન્ટ ઉમેરીને 1.56 કરોડ રૂપિયાની ઉચાપત કરી હોવાની ફરિયાદ એલિસબ્રિજ પોલીસ મથકે નોંધવામાં આવી છે.  એલિસબ્રિજ ગુજરાત કોલેજ પાસે આવેલી આઇટી કંપનીએ ટેકનિકલ ઓડિટ કરતા, છેલ્લા 6 વર્ષથી કરવામાં આવતી છેતરપિંડીનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે.

ટેકનિકલ ઓડિટમાં ભાંડો ફૂટ્યો

એલિસબ્રિજ ગુજરાત કોલેજ પાસે આવેલા વોલ સ્ટ્રીટ-2 કોમ્પ્લેક્સમાં સ્થિત આઇટી કંપનીમાં ફાઇનાન્સ હેડ તરીકે ફરજ બજાવતા ધ્વની કામાણીએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની કંપની વિવિધ ઇ-ઓક્શન અને ઇ-ટેન્ડરિંગની કામગીરી કરે છે. જેમાં વિવિધ ક્લાયન્ટ કંપનીઓ દ્વારા નાણાં આ આઇટી કંપનીમાં જમા કરાવવામાં આવે છે. આ નાણાંની જવાબદારી અને ટેકનિકલ કામ તેમના સપોર્ટ સિસ્ટમના હેડ ધરમ રાઠોડ (રહે. નારેશ્વર ફ્લેટ, ઘાટલોડિયા) અને નિખિલ ખલાસ (રહે. રિવરસાઇડ પાર્ક, ન્યુ વાસણા)ની હતી. બંને મહત્વની પોસ્ટ પર હોવાથી તેમને કંપનીના તમામ એક્સેસ અને પાસવર્ડ આપવામાં આવ્યા હતા.

છેતરપિંડીની મોડસ ઓપરેન્ડી

થોડા મહિના પહેલા ટેકનિકલ એનાલિસિસ દરમિયાન કંપનીના વડાને જાણવા મળ્યું હતું કે કંપનીની સિસ્ટમમાં ચેડાં થયા છે અને આઇટી કંપનીએ તેમના ગ્રાહકોને પરત કરવાના નાણાંના બેંક એકાઉન્ટ બદલાયા હતા. જે અંગે તપાસ કરતા માલૂમ પડ્યું કે, ધરમ રાઠોડ અને નિખિલ ખલાસે આઇડી અને પાસવર્ડનો ઉપયોગ કરીને સિસ્ટમમાં કુલ 3 બેંક એકાઉન્ટ નંબર બદલી નાખ્યા હતા.

આ પણ વાંચો: સુરત પાલિકાના ખસીકરણ અભિયાનની ‘રિવર્સ ઈફેક્ટ’? કરોડોનો ધુમાડો છતાં રખડતા કુતરાની સંખ્યા વધી

જેમાં એક ખાતું ધરમ રાઠોડનું હતું તો બીજું ખાતું નિખિલ ખલાસનું હતું અને ત્રીજું બેંક ખાતું નિખિલની પત્ની પ્રિયંકાનું હતું. આ ત્રણેય એકાઉન્ટમાં વર્ષ 2021 થી 2026 દરમિયાન કુલ 1.56 કરોડ રૂપિયાની ઉચાપત કરવામાં આવી હતી. આ અંગે એલિસબ્રિજ પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤