લોડ થઈ રહ્યું છે...
--:--:--

દેશ-વિદેશ

એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થતાં બચ્યું, રનવે પર અથડાઈ ‘ટેલ-સ્ટ્રાઈક’, 181 મુસાફરો સુરક્ષિત | Air India Flight Tail Strike At Bengaluru Airport 181 Passengers Safe

by

Thenewsdk

Updated: 21-05-2026, 05.01 PM

Follow us:

એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થતાં બચ્યું, રનવે પર અથડાઈ ‘ટેલ-સ્ટ્રાઈક’, 181 મુસાફરો સુરક્ષિત | Air India Flight Tail Strike At Bengaluru Airport 181 Passengers Safe



Air India Flight Tail Strike : બેંગલુરુ એરપોર્ટ પર એર ઈન્ડિયા ફ્લાઈટની મોટી દુર્ઘટના ટળી છે. એરલાઈન્સે ગુરુવારે કહ્યું કે, દિલ્હીથી બેંગલુરુ જઈ રહેલી એર ઈન્ડિયાની એક ફ્લાઈટ બેંગલુરુ એરપોર્ટ પર લેન્ડિંગ થઈ રહી હતી, ત્યારે પ્લેનની ટેલ સ્ટ્રાઈક (પાછળનો ભાગ) રન-વે સાથે અથડાઈ હતી.

તમામ પ્રવાસીઓ અને ક્રૂડ સભ્યો સુરક્ષિત

એરલાઈન્સે કહ્યું કે, 21 મેના રોજ દિલ્હીથી બેંગલુરુ પહોંચેલી AI2651 નંબરની ફ્લાઈટની ટેલ સ્ટ્રાઈક લેન્ડિંગ વખતે રન-વે સાથે અથડાઈ હતી, જોકે પાયલટની સમસૂચકતાના કારણે સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું છે અને 181 પ્રવાસીઓ અને ક્રૂ સભ્યો સુરક્ષિત છે. ઘટના બાદ વિમાનની સંપૂર્ણ તપાસ કરવા માટે ગ્રાઉન્ડેડ કરી દેવાયું છે. એર ઈન્ડિયાના પ્રવક્તાએ કહ્યું કે, નિયમો મુજબ ઘટનાની તપાસ કરવામાં આવશે.

આ પણ વાંચો : ઈબોલા વાઈરસ અંગે ભારત સરકાર એલર્ટ, એડવાઈઝરી જાહેર, એરપોર્ટ પર સ્ક્રીનિંગ વધારાયું

બેંગલુરુથી દિલ્હી જનારી ફ્લાઈટ કેન્સલ

એરલાઈન્સે એવું પણ કહ્યું કે, ઘટના બાદ બેંગલુરુથી દિલ્હી જનારી AI2652 ફ્લાઈટ રદ કરવામાં આવી છે. અમારી ટીમ તથા બેંગલુરુ ગ્રાઉન્ડ ટીમ નુકસાનગ્રસ્ત ફ્લાઈટના પ્રવાસીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી છે. એરલાઈન્સે કહ્યું કે, અમારી ટીમ ફ્લાઈટની સમસ્યા નિવારવા માટે, સુચારુરુપે ઓપરેશન ચલાવવા માટે અને પ્રવાસીઓને સુરક્ષા માટે તમામ પ્રયાસો કરી રહી છે. મુસાફરોની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. પાયલોટની સમયસૂચકતાના કારણે મોટી દુર્ઘટના ટળી છે, નહીં તો 181 પ્રવાસીઓનો જીવ જોખમમાં મુકાયો હોત.

આ પણ વાંચો : પેટ્રોલ પંપ પર ફ્યૂલ આપવાની ના પાડી તો ખેર નથી! સરકારે આપ્યો કડક આદેશ



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤