લોડ થઈ રહ્યું છે...
--:--:--

દેશ-વિદેશ

પ્રખ્યાત શાયર ડૉ. બશીર બદ્રનું નિધન, 91 વર્ષની ઉંમરે ભોપાલમાં લીધા અંતિમ શ્વાસ | Famous Urdu Poet Dr Bashir Badr Passes Away At 91 In Bhopal

by

Thenewsdk

Updated: 28-05-2026, 06.25 PM

Follow us:

પ્રખ્યાત શાયર ડૉ. બશીર બદ્રનું નિધન, 91 વર્ષની ઉંમરે ભોપાલમાં લીધા અંતિમ શ્વાસ | Famous Urdu Poet Dr Bashir Badr Passes Away At 91 In Bhopal



Bashir Badr Passes Away : ઉર્દૂ શાયરીની દુનિયાના સરતાજ ડૉ. બશીર બદ્રનું 91 વર્ષની વયે ભોપાલમાં તેમના નિવાસસ્થાને અવસાન થયું છે. તેઓ લાંબા સમયથી ડિમેન્શિયા (યાદશક્તિ ગુમાવવાની બીમારી)થી પીડાતા હતા. ગુરુવારે બપોરે તેમણે અંતિમ શ્વાસ લેતા જ સાહિત્ય જગત અને તેમના ચાહકોમાં શોકની લહેર દોડી ગઈ છે.

અયોધ્યાથી પ્રોફેસર અને પદ્મશ્રી સુધીની સફર

બશીર બદ્રનો જન્મ 15 ફેબ્રુઆરી 1935ના રોજ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં થયો હતો. તેમણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી મેળવી અને ત્યાં ઉર્દૂ વિભાગમાં પ્રોફેસર તરીકે સેવાઓ આપી હતી. સાહિત્યમાં તેમના અમૂલ્ય પ્રદાન બદલ તેમને ભારત સરકાર દ્વારા પ્રતિષ્ઠિત ‘પદ્મશ્રી’ સન્માનથી પણ નવાજવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : ડી.કે.શિવકુમાર : 23ની ઉંમરે PM સામે ચૂંટણી લડ્યા, 36 વર્ષથી એકપણ ચૂંટણી ન હાર્યા, હવે મળશે કર્ણાટકની કમાન !

સામાન્ય માણસના દિલ સુધી પહોંચતી શાયરી

બશીર બદ્રની શાયરીની સૌથી મોટી ખાસિયત એ હતી કે, તેમણે અઘરા શબ્દોને બદલે સામાન્ય બોલચાલની ભાષાનો ઉપયોગ કર્યો. તેમણે પ્રેમ, વિરહ, સંબંધો અને આશા જેવા જિંદગીના તમામ રંગોને ખૂબ જ સાદગીથી કાગળ પર ઉતાર્યા, જેથી તેમની ગઝલો માત્ર સાહિત્યના જાણકારો સુધી સીમિત ન રહેતા સામાન્ય લોકોના દિલ સુધી પહોંચી.

ગ્રહોના પ્રભાવથી ખીલતી આવી સાહિત્યિક પ્રતિભા

જ્યોતિષશાસ્ત્ર અનુસાર, આવી અદ્ભુત લેખન અને કાવ્ય પ્રતિભા માત્ર અભ્યાસથી નથી આવતી. જ્યારે જન્મકુંડળીમાં વાણી, બુદ્ધિ, કલ્પનાશક્તિ અને લાગણીઓનો યોગ્ય સમન્વય કરાવતા ખાસ ગ્રહયોગો બને છે, ત્યારે જ વ્યક્તિની અંદર આવા મહાન શાયર કે કવિનો જન્મ થાય છે. આજે બશીર બદ્ર ભલે આપણી વચ્ચે નથી, પરંતુ તેમની રચનાઓ હંમેશાં જીવંત રહેશે.

આ પણ વાંચો : VIDEO : મથુરામાં પરિક્રમા માર્ગ પર ધડાધડ ફાયરિંગ, 4ને ગોળી વાગી, શ્રદ્ધાળુઓમાં નાસભાગ



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤