લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

PIની ભૂલના કારણે છૂટી ગયેલા આરોપીએ અટલાદરા પોલીસ સ્ટેશનમાં PIની સામે જ પોલીસ જવાનને માર માર્યો | accused who was released due to PI’s mistake beat up policeman in Atladara police station

by

Thenewsdk

Updated: 29-05-2026, 11.47 AM

Follow us:

PIની ભૂલના કારણે છૂટી ગયેલા આરોપીએ અટલાદરા પોલીસ સ્ટેશનમાં PIની સામે જ પોલીસ જવાનને માર માર્યો | accused who was released due to PI’s mistake beat up policeman in Atladara police station



Vadodara Crime : વડોદરામાં અટલાદરા પીઆઇની ભૂલ હવે ભારે પડી રહી છે. સન ફાર્મા રોડ પર રહેતા યુવકનું અપહરણ કરી માર મારી નગ્ન ઉતારવામાં આવ્યો હતો. આ ગુનામાં સામેલ ચાર આરોપીઓ પોલીસની ગંભીર ભૂલના કારણે કોર્ટમાંથી જામીન પર છૂટી ગયા હતા. પોલીસની આ ભૂલ ફરિયાદીના કેસને નુકસાન પહોંચાડયું છે. પરંતુ હવે આ માથાભારે આરોપીઓએ પોલીસ સ્ટેશનમાં પણ ધમાલ મચાવી પોલીસ પર હુમલો કર્યો છે.

યુવકનું અપહરણ કરી નગ્ન વિડીયો ઉતારી વાયરલ કરવાના કેસમાં પકડાયેલા 4 આરોપીઓ પ્રતિક અવરેન્દ્ર સિંગ, મનોજ યાદવ, નિલેશ સહાની તથા તરૂણ યાદવને પોલીસે ઝડપી પાડ્યા હતા. આ કેસમાં પોલીસની ગંભીર ભૂલના કારણે આ આરોપીઓ જમીન પર છૂટી ગયા હતા. ત્યારબાદ ગઈકાલે પોલીસે આરોપીઓને પૂછપરછનો તપાસ માટે અટલાદરા પોલીસ સ્ટેશનમાં બોલાવ્યા હતા. અટલાદરા પોલીસ સ્ટેશનમાં ક્રાઈમ ઓફિસમાં પી.આઈ વિક્રમસિંહ રાઠોડ, વહીવટદાર અલય સહિત 9 થી 10 પોલીસવાળા હાજર હતા અને આરોપીઓની પૂછપરછ ચાલી રહી હતી. દરમિયાન આરોપીના સગા સંબંધીઓ પોલીસ સ્ટેશન આવ્યા હતા અને બૂમો પાડી પોલીસવાળાને ગાળો બોલતા હતા. તે દરમિયાન ચારેય આરોપીએ ઉશ્કેરાઈ ત્યાં હાજર પોલીસ જવાનને મોઢાના ભાગે મુક્કો મારી દીધો હતો અને ક્રાઈમ ઓફિસની કાચની બારી તોડી નાખી હતી આરોપી પ્રતીક કહેવા લાગ્યો હતો કે હું ઝેર પીને મરી જઈશ અને તમને પોલીસને ફસાવી દઈશ.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤