લોડ થઈ રહ્યું છે...
--:--:--

IPL 2026સ્પોર્ટ્સ

IPL 2026 ફાઇનલ: કોહલી સામે બે મોટા પડકાર, ગિલે આ ભૂલ સુધારવી પડશે; જુઓ કોનું પલડું ભારે | ipl 2026 final rcb vs gt preview key matchups

by

Thenewsdk

Updated: 31-05-2026, 11.03 AM

Follow us:

IPL 2026 ફાઇનલ: કોહલી સામે બે મોટા પડકાર, ગિલે આ ભૂલ સુધારવી પડશે; જુઓ કોનું પલડું ભારે | ipl 2026 final rcb vs gt preview key matchups



photo 1780206154927

IPL 2026 Final: RCB vs GT | IPL 2026ની 73 મેચો અને 64 દિવસના લાંબા સંઘર્ષ બાદ હવે સમય આવી ગયો છે સૌથી મોટી ટક્કરનો. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઇટન્સ આ સીઝનની બે શ્રેષ્ઠ ટીમો છે, જે હવે ટ્રોફી માટે આમને-સામને છે. 

અમદાવાદની પિચ કઈ ટીમ માટે ફાયદાકારક સાબિત થશે? 

આ ફાઇનલ અમદાવાદની #6 પીચ પર રમાશે. આ પીચ પર સરેરાશ સ્કોર 199 રહ્યો છે. ખાસ વાત એ છે કે આ સીઝનમાં આ પીચ પર રમાયેલી બંને મેચમાં ચેઝ કરનારી ટીમો વિજેતા બની છે. જોકે, બેટિંગ ફર્સ્ટ કરનાર ટીમોનો એકંદરે રેકોર્ડ અહીં મજબૂત રહ્યો છે. મે મહિનામાં આ પીચનો ઉપયોગ ન થયો હોવાથી ઝડપી બોલરો માટે મદદરૂપ સાબિત થઈ શકે છે. 

પાવરપ્લેમાં ફૂટવર્કનો ખેલ

RCB અને GT બંને સીઝનની શ્રેષ્ઠ એટેક ધરાવતી ટીમો છે. પાવરપ્લેમાં બંને ટીમોએ 33-33 વિકેટ ઝડપી છે. બેટરો પણ હવે સ્થિર ઊભા રહેવાને બદલે ક્રિઝ પર સતત ફૂટવર્ક કરી રહ્યા છે.

વિરાટ કોહલી સામે બે મોટા પડકાર

ભલે રબાડા સામે કોહલીનો રેકોર્ડ આ સીઝનમાં સારો રહ્યો હોય, પરંતુ ફાઇનલમાં જેસન હોલ્ડર એક મોટો પડકાર બની શકે છે. મિડલ ઓવર્સમાં હોલ્ડરની હાઈટ અને શોર્ટ પિચ બોલિંગ કોહલી માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.

રજત પાટીદાર સામે સ્પિનર્સને ઉતારશે ગુજરાત ટાઈટન્સ

પાટીદાર આ સીઝનમાં પાવરપ્લે પછી સૌથી ખતરનાક બેટર સાબિત થયો છે. મિડલ ઓવર્સમાં 204 અને ડેથ ઓવર્સમાં 249નો સ્ટ્રાઈક રેટ ધરાવતા પાટીદારને રોકવા માટે ગિલ માનવ સુથાર’ કે સાઈ કિશોર જેવા સ્પિનર્સનો ઉપયોગ કરી શકે છે.

ભુવનેશ્વર કુમાર વધારશે ગુજરાતનું ટેન્શન 

ભુવનેશ્વર કુમાર પાસે ગિલ અને બટલરને મુશ્કેલીમાં મૂકવાની ક્ષમતા છે. બટલર અને ગિલ બંને ભુવનેશ્વરના સ્વિંગ સામે ઘણીવાર ફસાયા છે. જો આ જોડી શરૂઆતમાં બચી જાય, તો જ GT ફાઇનલમાં મજબૂત સ્થિતિમાં આવશે.

ટાઈટન્સે આ ભૂલ સુધારવી પડશે

આ સીઝનમાં GTએ 26 કેચ છોડ્યા છે, જે તેમના માટે ખૂબ મોંઘા સાબિત થયા છે. ફાઇનલ જેવી મોટી મેચમાં ફિલ્ડિંગમાં નાની ભૂલ પણ ખિતાબથી દૂર કરી શકે છે. જો તેઓ RCBના ટોચના બેટર્સને જીવનદાન આપશે, તો જીતવું અશક્ય બની જશે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤